ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂર્ણ થતા ગુજરાતી સિંગરનો શુભેચ્છ સંદેશ, વાંચો દિવ્યા ચૌધરી અને ગીતા રબારીએ શું કહ્યું

મહત્ત્વનું છે કે, 9 સપ્ટેમ્બર 2022ના રોજ ન્યૂ જાગરણ મીડિયા દ્વારા ગુજરાતી જાગરણની શરૂઆત કરવામાં આવી હતી.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 09 Sep 2025 08:53 AM (IST)Updated: Tue, 09 Sep 2025 08:56 AM (IST)
gujarati-singers-divya-chaudhary-and-geeta-rabari-congratulate-gujarati-jagran-on-3rd-anniversary
HIGHLIGHTS
  • રાજ્યના વાચકો સુધી સચોટ, ત્વરિત અને સાતત્યપૂર્ણ સમાચારો અને વૈવિધ્યસભર માહિતી પહોંચી રહે તેવા પ્રયાસ ગુજરાતી જાગરણ દ્વારા કરવામાં આવ્યા છે.
  • સિંગર દિવ્યા ચૌધરી અને ગીતાબેન રબારીએ ગુજરાતી જાગરણની ટીમને શુભેચ્છા પાઠવી છે.

Gujarati Jagran 3rd Anniversary: દૈનિક જાગરણ સમૂહની ડિજિટલ ગુજરાતી સંસ્કરણ ગુજરાતી જાગરણને આજે 9 સપ્ટેમ્બરના રોજ ગૌરવપૂર્ણ ત્રણ વર્ષ પૂર્ણ થયા છે અને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. મહત્ત્વનું છે કે, 9 સપ્ટેમ્બર 2022ના રોજ ન્યૂ જાગરણ મીડિયા દ્વારા ગુજરાતી જાગરણની શરૂઆત કરવામાં આવી હતી.

રાજ્યના વાચકો સુધી સચોટ, ત્વરિત અને સાતત્યપૂર્ણ સમાચારો અને વૈવિધ્યસભર માહિતી પહોંચી રહે તેવા પ્રયાસ ગુજરાતી જાગરણ દ્વારા કરવામાં આવ્યા છે અને આગામી વર્ષોમાં પણ ગુજરાતના વાચકોને એ જ પ્રકારે દૈનિક બનતી ઘટનાઓ અને વૈવિધ્યસભર માહિતી આપતું રહેશે. આ તકે સિંગર દિવ્યા ચૌધરી અને ગીતાબેન રબારીએ ગુજરાતી જાગરણની ટીમને શુભેચ્છા પાઠવી છે.

સિંગર દિવ્યા ચૌધરીએ શુભેચ્છા આપતા કહ્યું કે, જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને ચોથા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો એમની આખી ટીમને હું દિવ્યા ચૌધરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને ડિજિટલ મીડિયાની દુનિયામાં પોતે ચોથા ક્રમે આવે છે તો આ મહેનત એમની સફળ બની છે તો એ બાબતે પણ આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આવી જ રીતે સાચા ન્યુઝ લોકો સુધી પહોંચાડો અને બસ આવી જ રીતે ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ જય માતાજી.

સિંગર ગીતાબેન રબારીએ શુભેચ્છા આપતા કહ્યું કે, ગુજરાતી જાગરણને ગુજરાતમાં ત્રણ વર્ષ સફળતાના પૂર્ણ થયા છે તો એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આમ જ લોકો સુધી દરેક ન્યુઝ પહોંચાડતા રહો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ.