Devayat Khavad (દેવાયત ખવડ)

Created By: Sanket Parekh
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દૂધઈ ગામમાં 1988માં જન્મેલા દેવયત ખવડ ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર અને ડાયરાના કલાકાર છે. બાળપણ ગરીબીમાં વીતાવનાર દેવયત ખવડને તેમના મામા જિલુભાઈ કરપડા ડાયરાની દુનિયામાં લાવ્યા, જે બાદ તેમણે ક્યારેય પાછું વળીને નથી જોયું. પોતાના ડાયરામાં વીરરસની વાતો કરનારા દેવાયત ખવડ વિવાદો પણ રહ્યા છે. જેમાં રાજકોટના યુવા બિલ્ડર મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે.
















