Shani Gochar 2025: આવતીકાલે 18 ઓગસ્ટના રોજ સોમવારનો દિવસ અનેક રાશિના જાતકો માટે અત્યંત શુભ અને મંગળમય રહેવાનો છે. હકીકતમાં આવતીકાલે ન્યાયના દેવતા શનિદેવ પોતાની ચાલ બદલવાના છે. જેનાથી અનેક રાશિના જાતકોના જીવનમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે.
જ્યોતિષિઓનું માનીએ તો, ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષકની દશમની તિથિ અર્થાત 18 ઓગસ્ટ સોમવારના રોજ ન્યાયના દેવતા શનિદેવ પોતાની ચાલ બદલશે. આ દિવસે શનિદેવ ઉત્તર ભાદ્રપદના પહેલા તબક્કામાં ગોચર કરશે. તો ચાલો શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી કંઈ રાશિના જાતકોને લાભ થશે, તેના વિશે જાણીએ…
Heart Failure: પથારીમાં પડતા વેંત દેખાય છે હાર્ટ ફેઈલ્યોરના આ લક્ષણો, સાધારણ સમજીને નજરઅંદાજ કરશો તો જીવ ગુમાવશો
સિંહ: ન્યાયના દેવતા શનિદેવ ચાલ બદલશે તે સાથે જ સિંહ રાશિના જાતકો માલામાલ થશે. આ રાશિના જાતકો પર શનિદેવની કૃપા વરસશે. શનિદેવ ઉત્તર ભાદ્રપદના પહેલા તબક્કામાં ગોચર કરશે. આ નક્ષત્રમાં જન્મ લેનારા જાતકોની રાશિ સિંહ હોય છે.
આથી આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા વરસશે. જેનાથી તમારી સાહસ વૃતિમાં વધારો થશે. પોતાની આવડતનો શ્રેષ્ઠ ઉપયોગ કરી સરળતાથી સફળતાની સીડી ચઢી શકશો.ન્યાયાલયની કામગીરી નિર્ણાયક સાબિત થશે. ભાગ્યવૃદ્ધિ થાય
તુલા: સિંહ ઉપરાંત આ રાશિના જાતકો પર પણ શનિદેવની વિશેષ કૃપા વરસશે. આ રાશિના જાતકોને વિવિધ ક્ષેત્રોમાં આકસ્મિક લાભ મળશે. તમને કોઈ જૂની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે. શત્રુ વિજયના યોગ બનશે. દાંમ્પત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.
તમે ધાર્મિક પ્રવૃતિમાં રચ્યા-પચ્યા રહેશે, જેથી માનસિક શાંતિ અનુભવશો. આ દરમિયાન મહાદેવની પૂજા કરવાથી શનિદેવની અપાર કૃપા મેળવી શકો છો. તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરી શકો છો.