World Cup 2011 Final: મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલા વનડે વર્લ્ડ કપ-2011ના ફાઇનલમાં ભારતે શ્રીલંકાને માત આપી હતી. આ મેચમાં, ભારતીય ટીમના કેપ્ટન એમએસ ધોનીએ ફિનિશિંગ સિક્સ ફટકારીને ટીમને શાનદાર જીત અપાવી હતી. ધોની આ મેચમાં તેના નિયમિત નંબર પર નહોતો આવ્યો. તે યુવરાજ સિંહની જગ્યાએ પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ અંગે ઘણો વિવાદ થયો હતો. જોકે, આ નિર્ણય અસરકારક સાબિત થયો. હવે આ ફાઇનલના 14 વર્ષ પછી, સચિન તેંડુલકરે જણાવ્યું કે ધોની યુવરાજ પહેલા બેટિંગ કરવા કેમ આવ્યો.
મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકા સામે ફાઇનલ મેચમાં 91 રનની ઇનિંગ રમી અને ગૌતમ ગંભીર સાથે મોટી ભાગીદારી કરી હતી. યુવરાજ તે વર્લ્ડ કપમાં મજબૂત ફોર્મમાં હતો જ્યારે ધોનીનું બેટ કામ કરી રહ્યું ન હતું. તેથી, ધોનીએ ઇન-ફોર્મ બેટ્સમેનને બદલે પોતાને કેમ મોકલ્યો તે અંગે પ્રશ્નો ઉભા થયા હતા.
જુઓ સચિને ધોની વિશે શું કહ્યું?
સચિને જ યુવરાજ સિંહની જગ્યાએ ધોનીને જવા માટેનું સૂચન કર્યું હતું. હવે તેણે આ પાછળનું કારણ જણાવ્યું છે. સચિને રિ-એડિટના એક સેશનમાં ભાગ લીધો હતો જેમાં તેને કોઈપણ પ્રશ્નો પૂછી શકાય છે. અહીં એક યુઝરે તેને પૂછ્યું, "સચિન, વીરેન્દ્ર સેહવાગ એ કહ્યું હતું કે, વર્લ્ડ કપ ફાઇનલમાં યુવરાજને બદલે ધોનીને મોકલવાનો તમારો વિચાર હતો. શું આ સાચું છે અને આ પાછળનું કારણ શું છે?
સચિને જવાબ આપતા હતું કે, "આ પાછળ બે કારણો હતા. પહેલું, રાઇટ અને લેફ્ટ કોમ્બીનેશન શ્રીલંકાના બે ઓફ-સ્પિનરોને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઉપરાંત, મુરલીધરન ચેન્નાઈ સુપર કિંગ્સમાં ધોની સાથે રમ્યો હતો. ધોનીએ તેને ત્રણ સીઝન સુધી નેટમાં રમ્યો હતો."
ભારતને આ સલાહ કામ કરી ગઇ
તિલકરત્ને દિલશાન પણ મુરલીધરન સાથે બોલિંગ કરી રહ્યો હતો અને તેણે જ વિરાટ કોહલીને આઉટ કર્યો હતો જેના પછી ધોની આવ્યો હતો. સચિનની સલાહ ભારત માટે કામ કરી અને ધોનીએ 91 રનની ઇનિંગ રમી અને ભારતને 28 વર્ષ પછી ODI વર્લ્ડ કપ અપાવ્યો. ભારતીય ચાહકો હજુ પણ ધોનીના છેલ્લા છને યાદ કરે છે જેણે ભારતને ખિતાબ અપાવ્યો હતો.