Virat Kohli spat at me says Dean Elgar: સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ડીન એલ્ગરે બેન્ટર વિથ ધ બોય્ઝ નામના પોડકાસ્ટમાં કહ્યું છે કે, થોડા વર્ષો પહેલાં સાઉથ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે હતી, ત્યારે વિરાટ કોહલી તેના પર થૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં ભારત સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ બાદ એલ્ગરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. આ શ્રેણીની છેલ્લી મેચમાં નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા ઈજાગ્રસ્ત હોવાથી પોતાના કરિયરની અંતિમ ટેસ્ટમાં એલ્ગરે ટીમની કપ્તાની કરી હતી.
બાવુમાએ પોડકાસ્ટમાં કહ્યું કે, ભારતમાં એ પિચો મજાક હતી. હું બેટિંગ કરવા આવ્યો અને અશ્વિન-જાડેજાની જોડી સામે સારું રમવા પર ધ્યાન આપી રહ્યો હતો, ત્યારે કોહલી મારા પર થૂક્યો હતો. એલ્ગર અનુસાર આ બાદ તેણે કોહલીને ચેતવણી આપી હતી કે જો તે ફરીથી આવું કરશે તો એલ્ગર તેને બેટથી મારશે.
2 વર્ષ બાદ વિરાટે માફી માગી
એલ્ગરે આગળ કહ્યું કે, જ્યારે એબી ડિવિલિયર્સને આ વિશે ખબર પડી તો તેણે વિરાટને જઈને પૂછ્યું કે તેણે આવું કેમ કર્યું અને કહ્યું કે, આ વર્તન યોગ્ય નથી.
એલ્ગરે કહ્યું કે, 2 વર્ષ બાદ જ્યારે ઇન્ડિયન ટીમ સાઉથ આફ્રિકા આવી હતી, ત્યારે વિરાટે મને પૂછ્યું કે, શું આપણે સીરિઝ બાદ જોડે ડ્રિન્ક માટે જઈ શકીએ? હું માફી માગવા માગું છું. તે બાદ અમે સવારે 3 વાગ્યા સુધી જોડે ડ્રિન્ક કર્યું હતું. આ એ દિવસો હતા, જ્યારે વિરાટ ડ્રિન્ક કરતો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.