India T20I Squad for Asia Cup 2025 Announced: આજે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) ને સોંપવામાં આવી છે, જ્યારે શુભમન ગિલ (Shubman Gill) ને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલની એક વર્ષથી વધુ સમય પછી ટીમમાં વાપસી થઈ છે.
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (C), શુભમન ગિલ (VC), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (WK), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (WK), હર્ષિત રાણા, રિંકુ સિંહ.
🚨 #TeamIndia's squad for the #AsiaCup 2025 🔽
— BCCI (@BCCI) August 19, 2025
Surya Kumar Yadav (C), Shubman Gill (VC), Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Shivam Dube, Axar Patel, Jitesh Sharma (WK), Jasprit Bumrah, Arshdeep Singh, Varun Chakaravarthy, Kuldeep Yadav, Sanju Samson (WK), Harshit Rana,…
એશિયા કપ 2025 ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી UAE માં શરૂ થવા જઈ રહી છે અને તેની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.
આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે, જે ત્રીજી વખત છે જ્યારે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં યોજાશે. કુલ 8 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક ગ્રુપમાં ચાર ટીમોનો સમાવેશ થાય છે. ભારતીય ટીમને ગ્રુપ-A માં પાકિસ્તાન, ઓમાન અને UAE સાથે મૂકવામાં આવી છે.
ટીમ ઈન્ડિયા પોતાનો પ્રથમ મુકાબલો 10 સપ્ટેમ્બરે દુબઈમાં UAE સામે રમશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર ફોરમાં જશે અને ત્યારબાદ સુપર-4 ની ટોચની બે ટીમો ફાઇનલમાં ટકરાશે. આ ટુર્નામેન્ટ T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ભારતીય ટીમની જાહેરાત માટે પસંદગી સમિતિની બેઠક આજે બપોરે 12 વાગ્યાથી મુંબઈમાં યોજાશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આ બેઠકમાં ભાગ લેશે. તે ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે અને તે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી ચૂક્યો છે.
ભારતનો ગ્રુપ સ્ટેજ શેડ્યૂલ
ટીમ ઈન્ડિયાની પસંદગી પહેલાં, ભારતના શેડ્યૂલ પર એક નજર-
- 10 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ યુએઈ - દુબઈ
- 14 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ પાકિસ્તાન - દુબઈ
- 19 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ ઓમાન - અબુ ધાબી