Agni Chopra: રણજી ટ્રોફી 2023-24ની સીઝનમાં ફિલ્મ 12th Failના ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરાના પુત્ર અગ્નિ ચોપરાએ બેટથી ધમાલ મચાવી છે. અગ્નિએ પોતાના કરિયરની પ્રથમ ચારેય મેચમાં સદી ફટકારી છે. આ સાથે જ તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કરિયરની પ્રથમ ચાર મેચમાં સદી ફટકારનાર પહેલો ક્રિકેટર બન્યો છે.
અગ્નિ ચોપરાનું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, અગ્નિ રણજી ટ્રોફીમાં મિઝોરમ માટે રમી રહ્યો છે. તેણે સિક્કિમ સામે 166 અને 92, નાગાલેન્ડ સામે 166 અને 15, અરુણાચલ સામે 114 અને 10 તથા મેઘાલય સામે 105 અને 101 રન બનાવ્યા હતા. તેના ફોર્મના લીધે અગ્નિ અત્યારે ક્રિકેટિંગ ફ્રેટર્નીટીમાં ટોકિંગ પોઇન્ટ બની ગયો છે. ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં કોઈનું પણ ડેબ્યુ આટલું શાનદાર રહ્યું નથી.

અનુપમા ચોપરાએ ટ્વીટ કરીને કહ્યું - Proud Mom
નોંધનીય છે કે, પોતાના પુત્રની સિદ્ધિ પણ માતા અનુપમા ચોપરા પણ રિએક્ટ કરતા પોતાને રોકી શકી નહોતી. અનુપમાએ ટ્વીટ કરીને કહ્યું કે, Proud Mom.
#proudmom https://t.co/Rde3Oc1LQ7
— Anupama Chopra (@anupamachopra) January 31, 2024
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.