Arjun Tendulkar Engagement: સચિન તેંડુલકરે પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકની સગાઈની પુષ્ટિ કરી

સચિન તેંડુલકરે તેના પુત્ર અર્જુન તેંડુલકરની સાનિયા ચંડોક સાથે સગાઈના સમાચારની પુષ્ટિ કરી છે. કહ્યું, અર્જુન અને સાનિયાએ એક ખાનગી સમારોહમાં એકબીજાને રીંગ પહેરાવી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 26 Aug 2025 10:39 AM (IST)Updated: Tue 26 Aug 2025 10:39 AM (IST)
sachin-tendulkar-confirms-son-arjun-tendulkars-engagement-to-sania-chandok-591878

Arjun Tendulkar-Sania Chandok Engagement: ક્રિકેટર સચિન તેંડુલકરે તેમના પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકની સગાઈની પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પર એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, અર્જુન અને સાનિયાએ એક પ્રાઇવેટ સમારોહમાં સગાઈ કરી છે. જોકે, અર્જુન-સાનિયાના પરિવારે સગાઈ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

સચિન તેંડુલકરે પ્રતિક્રિયા આપી

'આસ્ક મી એનીથિંગ' સેશન દરમિયાન, એક ફેન્સે સચિન તેંડુલકરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પ્રશ્ન પૂછ્યો હતો. પ્રશ્ન એ હતો કે શું અર્જુનની સગાઈ થઈ ગઈ? આનો જવાબ આપતા, કહ્યું કે, "હા, તેની સગાઈ થઈ ગઈ છે અને હવે અમે તેના જીવનની નવી સફરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને અમે બધા ઉત્સાહિત છીએ."

અર્જુન તેંડુલકરની ભાવિ પત્ની સાનિયા ચંડોક મુંબઈના ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. ઘાઈ પરિવાર મુંબઈનો એક મોટો અને ફેમસ ઉદ્યોગપતિ પરિવાર છે. રવિ ઇન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટેલ અને બ્રુકલિન ક્રીમરીનો માલિક છે.

બીજી બાજુ, અર્જુન વિશે વાત કરવામાં આવે તો, તે ડાબોડી ઝડપી બોલર છે, જે બેટથી મહત્વપૂર્ણ યોગદાન આપવામાં પણ માહિર છે. ઘરેલુ ક્રિકેટમાં, તે ગોવા ટીમ માટે રમે છે. તેણે 17 ફર્સ્ટ ક્લાસ રમતમાં કુલ 37 વિકેટ લીધી છે અને આ સમય દરમિયાન તેના બેટમાંથી 532 રન આવ્યા છે.

અર્જુને 24 ટી20 રમી છે, જેમાં તેણે 27 વિકેટ લીધી છે અને 119 રન બનાવ્યા છે. તેણે લિસ્ટ-એમાં 18 મેચોમાં 25 વિકેટ લીધી છે. આ ઉપરાંત, આ ઝડપી બોલરે IPL 2023 માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યૂ કર્યું હતું. તેને 4 મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે ત્રણ વિકેટ લીધી હતી.