Arjun Tendulkar Saaniya Chandhok: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે સાનિયા ચંડોક સાથે સગાઈ કરી લીધી છે. બંને નાનપણથી એકબીજીને ઓળખતાં હોવાનું સામે આવ્યું છે. જો કે સગાઈ સમારંભની કોઈ વધારે તસવીરો સામે આવી નથી. બંનેના પરિવારો તરફથી પણ કોઈ માહિતી સામે આવી નથી. ત્યારે ચાલો જાણીએ કે સાનિયા ચંડોક કોણ છે, તેનો પરિવાર શું કરે છે.
કોણ છે Saaniya Chandhok
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની થનારી દુલ્હન સાનિયા ચંડોક પ્રીમિયમ પેટ સલૂન, સ્પા અને સ્ટોર, મિસ્ટર પૉઝની સ્થાપક છે. તેનો પરિવાર ઇન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટેલ અને બ્રુકલિન ક્રીમરી (આઈસ્ક્રીમ બ્રાન્ડ) સાથે જોડાયેલો છે.
સાનિયા ચંડોક હોટેલ વ્યવસાયી રવિ ઘાઈની પૌત્રી છે. રવિ ઘાઈ Graviss Hospitality Ltd ના ચેરમેન છે. તેમનો પરિવાર હોટેલ અને આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલો છે. રવિ ઘાઈ, ઇકબાલ કૃષ્ણ 'આઈ.કે.' ઘાઈના પુત્ર છે, જેમણે પ્રખ્યાત ક્વોલિટી આઈસ્ક્રીમ બ્રાન્ડ અને મુંબઈના મરીન ડ્રાઇવ પર ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલની શરૂઆત કરી હતી.
સારા તેંડુલકર સાથે ઘણીવાર જોવા મળી
સાનિયા ઘણીવાર સારા તેંડુલકર સાથે જોવા મળી છે. સારાએ તેના સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ શેર કરી છે. અહેવાલો અનુસાર સાનિયા અને અર્જુન બાળપણના મિત્રો છે. સાનિયા સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી. તે પ્રાઈવેટ લાઈફ જીવવામાં વધુ વિશ્વાસ ધરાવે છે.
