Vadodara: વડોદરા શહેરમાં ગણેશોત્સવને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે. પોલીસ કમિશ્નર નરસિંહા કોમાર દ્વારા ગણેશ મંડળના આયોજકો, મૂર્તિકારો, ડીજે ઓપરેટરો તથા સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠકો યોજીને ફાયર સેફ્ટી તેમજ પોલીસ સાથે સંકલન રાખવા સૂચના આપવામાં આવી છે.
આ અંગે વિગતો આપતા પોલીસ કમિશનરે જણાવ્યું કે, શહેરમાં એક હજારથી વધુ ગણેશોત્સવ આયોજકોની નોંધણી થઈ છે, જ્યારે દર વર્ષે સરેરાશ 1250 થી વધુ આયોજકો ભાગ લે છે. તમામ જવાબદાર વિભાગો સાથે સંકલન કરીને આયોજન પૂર્ણ થયું છે. અસામાજિક તત્વો પર કડક નજર રાખવા ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને વિશેષ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
Surat: હિન્દુ યુવતી સાથે પ્રેમલગ્ન કરવા વિધર્મીનું કારસ્તાન, સાસરિયાઓને બતાવવા હિન્દુ નામે બોગસ આધાર કાર્ડ બનાવી બેંકમાં ખાતું ખોલાવ્યું
તહેવાર દરમિયાન પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને લગભગ 2000 જેટલા CCTV કેમેરા તથા બોડી વોર્ન કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે ખાસ ટીમની રચના પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો

શહેરમાં સુરક્ષા જાળવવા માટે 2500 થી વધુ પોલીસ અધિકારીઓ સહિત અન્ય સુરક્ષા દળો તથા એજન્સીઓ તૈનાત રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પાર્ટીઓ તથા ધાબા પોઇન્ટ મુકવામાં આવ્યા છે. આ સાથે જ ટ્રાફિક વ્યવસ્થાને જાળવવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક હજારથી વધુ કર્મચારીઓ અને સ્વયંસેવકો મદદરૂપ બનશે.
શહેર પોલીસના જણાવ્યા મુજબ, ગણેશોત્સવના કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં પૂરા થાય તે માટે દરેક સ્તરે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ છે. ટ્રાફિકથી લઈને સોશિયલ મીડિયા સુધી કડક વોચ રાખવામાં આવશે જેથી તહેવાર આનંદમય રીતે ઉજવાઈ શકે.