Mayank Agarwal Health Update: ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેનાથી તેનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે એમ હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકનો કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. તે મંગળવારે નવી દિલ્હી માટે ટેક ઓફ કરવા માટે તૈયાર પ્લેનમાં બીમાર પડતાં તેને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. મયંકે કેટલાક ષડયંત્રનો આરોપ લગાવતા પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
અહેવાલો અનુસાર, મયંકે એક પાઉચમાંથી લીકવીડ જોડ્યું અને તેને પાણી સમજીને પીધું હતું. આ પાઉચ ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં તેની સીટ પર રાખવામાં આવ્યું હતું. તે પીધા પછી તે બીમાર પડી ગયો. તેના ગળામાં બળતરા થતી હતી અને તેને ઉલ્ટી પણ થઈ હતી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની હાલત હવે સ્થિર છે અને તે ખતરાની બહાર છે. મયંકે તેના મેનેજર મારફત પોલીસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે.
પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષક કિરણ કુમારે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, મયંક અગ્રવાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી છે. હવે તેની હાલત સ્થિર છે, પરંતુ તેના મેનેજરે આ મામલે તપાસ કરવા NCCPS (ન્યુ કેપિટલ કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશન)માં ફરિયાદ નોંધાવી છે. તેના મેનેજરે કહ્યું છે કે, જ્યારે તે પ્લેનમાં બેસી રહ્યો હતો ત્યારે તેની સામે એક પાઉચ રાખવામાં આવ્યું હતું. તેણે તેમાંથી થોડું પીધું, પરંતુ અચાનક તેનું મોં બળવા લાગ્યું અને તે બોલી શક્યો નહીં અને તેને ILS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. તેના મોઢામાં સોજો અને અલ્સર હતા. જો કે તેની હાલત હવે સ્થિર છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.