IPL 2023 Orange Cap: આઈપીએલનમાં હવે બે મેચ જ બાકી રહી છે. ક્વાલિફાયર 2 અને ફાઈનલ. ફાઈનલ રવિવારે રમાશે. ત્યારે બધાની નજર હવે ઓરેન્જ કેપ (Orang Cap) પર છે. છેલ્લા લાંબા સમયથી આ યાદીમાં ટોપ પર રહેનાર ફાફ ડુ પ્લેસિસ (Faf du Plessis)નું પ્રથમ સ્થાન હવે જોખમમાં છે.
14 મેચમાં 730 રન બનાવ્યા બાદ હાલ ફાફ ડુ પ્લેસિસ આ યાદીમાં ટોપ પર છે. તેણએ કુલ 8 ફિફ્ટી ફટકારી છે. ગુજરાતનો શુભમન ગિલ (Shubman Gill) આ રેકોર્ડ તોડવાની નજીક છે. તેણે 15 મેચમાં 722 રન કરી લીધી છે. તે 9 રન વધી બનાવશે તો ઓરેન્જ કેપની યાદીમાં ટોપ પર આવી જશે.

ઓરેન્જ કેપ શું છે અને કોને આપવામાં આવે છે?
ઓરેન્જ કેપ આઈપીએલમાં આપવામાં આવતો એવોર્ડ છે. તે સમગ્ર સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને આપવામાં આવે છે. વર્ષ 2008માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા શોન માર્શે આ એવોર્ડ સૌપ્રથમ જીત્યો હતો.