IPL 2023 Orange Cap: મુંબઈ સામે તોફાની ઈનિંગ સાથે જ યશસ્વી જયસ્વાલ ઓરેન્જ કેપની યાદીમાં ટોપ પર પહોંચ્યો, ડેવિડ વોર્નર 7માં સ્થાને સરક્યો

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Mon 01 May 2023 11:54 AM (IST)Updated: Mon 01 May 2023 03:33 PM (IST)
ipl-2023-orange-cap-holder-1-may-2023-after-mi-vs-rr-match-latest-updates-in-gujarati-123180

IPL 2023 Orange Cap List in Gujarati: IPL 2023માં 42મી મેચ ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. હાઈસ્કોરિંગ આ મેચને મુંબઈએ 6 વિકેટે જીતી લીધી હતી. પરંતુ રાજસ્થાનનો બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) ઝળક્યો હતો અને તેણે મેચમાં 124 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ સાથે જ તે ઓરેન્જ કેપની યાદીમા ટોપ પર આવી ગયો છે. આ યાદીમાં લાબો સમય નંબર વન રહેનાર ડેવિડ વોર્નર હાલ 7માં સ્થાન પર આવી ગયો છે.

યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન
ગઈકાલની મેચમાં રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલે 62 બોલમાં 124 રન બનાવ્યા હતા. જેમા તેણે 8 છગ્ગા અને 16 ચોગ્ગા ફટકાર્યા હતા. 200ની સ્ટ્રાઈક રેટથી તેણે આ રન બનાવ્યા હતા. એક તરફ વિકેટો પડી રહી હતી અને બીજા છેડે યશસ્વી જયસ્વાલ તોફાની બેટિંગ કરી ટીમનો સ્કોર આગળ વધારી રહ્યો હતો. રાજસ્થઆને 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાને 212 રન બનાવ્યા હતા પરંતુ જોવાની વાત એ છે કે યશસ્વી જયસ્વાલ સિવાયના તમામ બેટ્સમેન 18 રનથી વધારે રન બનાવી શક્યા ન હતા.

આ સિઝનમાં યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન
અત્યાર સુધીની 9 મેચમાં યશસ્વી જયસ્વાલે કુલ 428 રન બનાવ્યા છે. જેમાં તેણે કુલ 18 છગ્ગા અને 56 ચોગ્ગા માર્યા છે. 159.70ની સ્ટ્રાઈક રેટથી તેણે આ રન બનાવ્યા છે. આ સાથે તે ઓરેન્જ કેપની યાદીમાં ટોપ પર આવી ગયો છે તેને ફાફ ડુ પ્લેસિસને પછાડી દીધો છે. 8 મેચમાં 422 રન સાથે ફાફ ડુ પ્લેસિસ બીજા નંબરે આવી ગયો છે. ચેન્નઈનો ડેવોન કોન્વે 9 મેચમાં 424 રન સાથે ત્રીજા સ્થાને છે.

મેચમાં શું થયું
પ્રથમ બેટિંગ કરતા રાજસ્થઆને 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાને 212 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમે 19.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને 214 રન બનાવી લીધા હતા. રોહિત સિવાય મુંબઈના તમામ બેટ્સમેનોએ સારી બેટિંગ કરી હતી.