MI vs RR: IPLની 1 હજારમી મેચ રહી 'યશસ્વીમય', યુવા બેટરે એક જ મેચમાં 5 એવોર્ડ્સ જીત્યાં

By: AkshatKumar PandyaEdited By: AkshatKumar Pandya Publish Date: Mon 01 May 2023 09:16 AM (IST)Updated: Mon 01 May 2023 09:16 AM (IST)
ipl-2023-mi-vs-rr-yashasvi-jaiswal-marks-1000th-ipl-game-with-a-maiden-league-ton-123078

MI vs RR, UPL 2023: IPL 2023ની 42મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં મેચ તો મુંબઈ ઈન્ડિયન્સે જીતી પણ સૌના દિલ જીત્યાં રાજસ્થાનના યશસ્વી જયસ્વાલે. તેણે MIના બોલરોની ધોલાઈ કરીને શાનદાર 124 રન બનાવી દીધા. આ મેચ પછી જયસ્વાલને 5 ઈનામ મળ્યા હતા. ટૂંકમાં આ ઈનિંગ પછી જયસ્વાલને લાખો રુપિયા પ્રાપ્ત થયા હતા.

સદી પછી ઈનામોની વણઝાર
જયસ્વાલને તેની ઝડપી બેટિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ માટે તેને એક લાખ રૂપિયા મળ્યા. તેને 'મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ' એવોર્ડ મળ્યો હતો. આ માટે 1 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તેને 'બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ લોન્ગેસ્ટ સિક્સ', 'ગેમચેન્જર ઓફ ધ મેચ' અને 'ઓન ધ ગો ફોર્સ' માટે એવોર્ડ પણ મળ્યો હતો. આ રીતે તેને કુલ પાંચ ઈનામો મળ્યા. તેની કુલ ઈનામી રકમ 5 લાખ રૂપિયા છે.

મેચમાં શું થયું
રાજસ્થાન મુંબઈ સામે પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યું હતું. આ દરમિયાન ટીમે 212 રન બનાવ્યા હતા. યશસ્વી ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે 16 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 124 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમે 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા.

ઓરેન્જ કેપ પોતાના નામે કરી
યશસ્વી જયસ્વાલનું અત્યાર સુધી IPL 2023માં સારું પ્રદર્શન રહ્યું છે. તે અત્યારે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જયસ્વાલે 9 મેચમાં 428 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. જયસ્વાલે આ સિઝનમાં 56 ફોર અને 18 સિક્સર ફટકારી છે. ફાફ ડુ પ્લેસિસ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે છે. તેણે 8 મેચમાં 422 રન બનાવ્યા છે. ડેવોન કોનવે ત્રીજા નંબરે છે. તેણે 414 રન બનાવ્યા છે.