Rajkot News: મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગ્ન હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. મધ્યમવર્ગિય પરિવારો માટે આ લગ્ન હોલ આશીર્વાદ સમાન સાબિત થઇ રહ્યા છે. દર વર્ષે લગ્નની સીઝન દરમિયાન તમામ હોલના બુકિંગ ફૂલ થઇ જતા હોય છે. આ વખતે પણ તા.1/8 /2025થી તા.30/9/2025 સુધીના સમય ગાળા માટે મનપાના તમામ 26 લગ્નહોલમાં 336 પરિવારોએ બુકિંગ કરવાતા બે માસ માટે હાઉસફૂલ થઇ ગયા છે અને વેઇટીંગમા રહેલ અનેક પરિવારો નવી તારીખ ખુલવાની રાહ જોઇ રહ્યાનુ જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના 26 લગ્નહોલ બે માસ માટે હાઉસફૂલ થઇ ગયાનુ એસ્ટેટ વિભાગ માથી જાણવા મળેલ છે. અનેક લગ્નહોલમાં એક થી વધુ યુનિટ હોવા છતા અત્યાર સુધીમાં 336 પરિવારોએ પોતાના સંતાનોના લગ્ન સગાઇ જેવા પ્રસંગો માટે બુકિંગ કરાવી લીધુ છે. નિયમ મુજબ પ્રસંગની તારીખ 90 દિવસ પહેલા બુકિંગ કરાવવુ ફરજિયાત છે.
છતા બે માસના બુકિંગ દરમિયાન લગ્નહોલ ફૂલ થઇ ગયા છે. તેમજ ઓકટોબર માસ પછી આવનારા લગ્ન મુહૂર્તના દિવસો માટે પણ અનેક પરિવારોએ બુકિંગની તૈયારી આરંભી છે. અને હાલ પણ હોલ બુકિંગ માટે એસ્ટેટ વિભાગમાં સતત પૂછપરછ ચાલુ હોવાનુ પણ જાણવા મળેલ છે.મહાનગરપાલિકાના 26 લગ્નહોલ બુક થયેલ છે. જેમાં શ્રી રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ 42, શ્રી રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ 26, શ્રી કાંતીભાઇ વૈદ કોમ્યુનીટી હોલ 10, શ્રી વિનોદભાઇ શેઠ કોમ્યુનીટી હોલ 0, શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનીટી હોલ 26, શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનીટી હોલ 9, પંડીત દિનદયાળ કોમ્યુનીટી હોલ 41, પંડીત દિનદયાળ કોમ્યુનીટી હોલ 33, શ્રી મહરાણા પ્રતાપ કોમ્યુનીટી હોલ 30, સંત શ્રી વેલનાથ કોમ્યુનીટી હોલ 11, સંત શ્રી વેલનાથ કોમ્યુનીટી હોલ 3, એક્લવ્ય કોમ્યુનીટી હોલ 0, અવંતીબાઇ લોધી કોમ્યુનીટી હોલ 0, શ્રી વસંતરાય ગજેન્દ્ર ગઢકર કોમ્યુનીટી હોલ 6, શ્રી વસંતરાય ગજેન્દ્ર ગઢકર કોમ્યુનીટી હોલ 23, પ્રતાપભાઇ ડોડીયા કોમ્યુનીટી હોલ 16, મનસુખભાઇ ઉધાડ કોમ્યુનીટી હોલ 8, શ્રી નવલસિંહ ભટ્ટી કોમ્યુનીટી હોલ 0, શ્રી નાનજીભાઇ કોમ્યુનીટી હોલ 2, શ્રી અભય ભાર્દવાજ કોમ્યુનીટી હોલ 14, શ્રી અભય ભાદ્રેવાજ કોમ્યુનીટી હોલ 15, શ્રી અમુત ઘાયલ કોમ્યુનીટી હોલ 5, શ્રી અમુત ઘાયલ કોમ્યુનીટી હોલ 4, ગુરૂૂ ગોવિંદસિંહ કોમ્યુનીટી હોલ 0, ડો. આબેંડકર કોમ્યુનીટી હોલ 12, ગુરૂૂનાનક કોમ્યુનીટી હોલ (ગાયકવાડી)10 સહિત 336 બુકિંગ થયા છે.