Shubman Gill IPL Records: મેચ ભલે હાર્યું ગુજરાત, પરંતુ શુભમન ગિલે 700 રનના સ્કોરને ક્રોસ કરી આ રેકોર્ડ પોતાના નામે કર્યો

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Wed 24 May 2023 10:28 AM (IST)Updated: Wed 24 May 2023 10:49 AM (IST)
gujarat-titans-opener-shubman-gill-becomes-youngest-cricketer-to-score-700-runs-in-ipl-season-latest-update-135391

Shubman Gill IPL Records: ચેન્નઈ સામેની ક્વાલિફાયર 1માં ભલે ગુજરાતનો પરાજય થયો હોય પરંતુ ફોર્મમા રહેલા તેના ખેલાડી શુભમન ગિલે આઈપીએલની અંદર એક એકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ગઈ કાલની મેચમાં ગિલે 38 બોલમાં 42 રન બનાવ્યા હતા.

આ સિઝનમાં ગિલે 700 રનના આંકડાને પાર કરી લીધો છે. ગિલે 15 મેચમાં 722 રન બનાવી લીધા છે. ઓરેન્જ કેપની યાદીમાં ટોપ પર પહોંચવા માટે માત્ર 9 રનથી દૂર છે. 730 રન સાથે ફાફ ડુ પ્લેસિસ નંબર વન પર છે. ગિલે આ સિઝનમાં 2 સદી અને 4 ફિફ્ટી મારી છે.

ગિલે શું રેકર્ડ કર્યો
આઈપીએલની એક સીઝનમાં સૌથી ઓછી ઉંમરમાં 700 રન બનાવવાનો રેકોર્ડ ગિલે પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ તેણે 24 વર્ષ 257 દિવસની ઉંમરમાં કર્યો છે. બીજી તરફ એક સિઝનમાં 700 કે તેથી વધારે રન કરનાર તે બીજો ખેલાડી બની ગયો છે. આ પહેલા વિરાટ કોહલીએ 2016માં 973 રન કર્યા હતા.

IPLની એક સિઝનમાં 700 થી વધુ રન બનાવનાર ખેલાડીઓ:
વિરાટ કોહલી - 973 રન, વર્ષ 2016
જોસ બટલર - 863 રન, વર્ષ 2022
ડેવિડ વોર્નર - 848 રન, વર્ષ 2016
કેન વિલિયમસન - 735 રન, વર્ષ 2018
ક્રિસ ગેલ - 733 રન, વર્ષ 2012
માઈકલ હસી - 733 રન, વર્ષ 2013
ફાફ ડુ પ્લેસિસ - 730 રન, વર્ષ 2023
ક્રિસ ગેલ - 708 રન, વર્ષ 2013
શુભમન ગિલ - 722 રન, વર્ષ 2023.

મેચમાં શું થયું?
પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈની ટીમે 7 વિકેટના નુકસાને 172 રન બનાવ્યા હતા. ગાયકવાડે 44 બોલમાં 60 અને ડેવોન કોન્વેએ 34 બોલમાં 40 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં 157 રન જ કરી શકી હતી. ગુજરાત આ મેચ 15 રને હારી ગયું હતું. ગીલે 42 રન અને રાશિદ ખાને 30 રન બનાવ્યા હતા. ચેન્નઈ વતી દીપક ચહર, મહીશ તીક્ષના, રવિન્દ્ર જાડેજા અને મથીશા પથીરાનાએ 2-2 વિકેટ લીધી હતી. ઋતુરાજ ગાયકવાડ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.