KKR vs GT: સુયશ શર્માએ બેંગ્લોર સામે નાખ્યો જીતનો પાયો, એકપણ ઘરેલું મેચ ન રમનાર આ ખેલાડી IPLમાં મચાવી રહ્યો છે તરખાટ

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 27 Apr 2023 12:57 PM (IST)Updated: Thu 27 Apr 2023 12:57 PM (IST)
ipl-2023-kkr-vs-gt-suyash-sharma-picks-up-crucial-wickets-of-faf-du-plessis-and-shahbaz-ahmed-121814

KKR vs GT, IPL 2023: IPL 2023માં ગઈકાલની મચેમાં કોલકાતાએ બેંગ્લોરને 21 રને હરાવ્યું હતું. કોલકાતા માટે આ જીતનો પાયો નાખનાર બોલર સુયશ શર્માના ભારે વખાણ થઈ રહ્યા છે. ગઈકાલની મચેમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવીને 19 વર્ષના સુયશે તરખાટ મચાવ્યો હતો.

સુયશનું પ્રદર્શન
બેંગ્લોર સામે જીત માટે 201 રનનું લક્ષ્ય હતું. કોહલી અને ફાફ ડુ પ્લેસિસ બન્ને ફોર્મમાં ચાલી રહ્યા છે. બે ઓવરમાં 30 રન બની ગયા હતા. ફાફ ડુ પ્લેસિસે 7 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 17 રન બનાવી તોફાની બેટિંગ કરી રહ્યો હતો. બસ ત્યારે ત્રીજી ઓવર ફેંકવા માટે સુયશ આવ્યો અને બીજા બોલે ફાફ ડુ પ્લેસિસની વિકેટ ઝડપી. પોતાની બીજી અને ટીમની પાંચમી ઓવર ફેંકવા આવ્યો ત્યારે તેણે શહબાઝ અહેમદની વિકેટ ઝડપી હતી. શહબાઝ અહેમદ બે રન બનાવી આઉટ થયો હતો. આમ 51 રનમાં બેંગ્લોરની બે વિકેટ પડી ગઈ હતી.

સુયશ શર્માએ આઈપીએલની 6 મેચમાં 9 વિકેટ ઝડપી છે. કોલકાતાએ તેને 20 લાખમાં ખરીદ્યો છે. એક પણ ઘરેલુ મેચ ન રમાનાર સુયશ આઈપીએલમાં સ્ટાર બોલર તરીકે ઉભરીને સામે આવ્યો છે અને ચર્ચાનો વિષય બની ગયો છે. તે દિલ્હી તરફથી અંડર-25 રમ્યો છે.

IPLમાં સુયશનું પ્રદર્શન
બેંગ્લોર સામે…… 3 વિકેટ
ગુજરાત સામે…… 1 વિકેટ
હૈદરાબાદ સામે.. 0 વિકેટ
મુંબઈ સામે………..2 વિકેટ
ચેન્નઈ સામે ………..1 વિકેટ
બેંગ્લોર સામે ……..2 વિકેટ

મેચમાં શું થયું?
પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 5 વિકેટના નુકસાને 200 રન બનાવ્યા હતા. જેશન રોયે 56 અને નીતીશ રાણાએ 48 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ 8 વિકેટના નુકસાને 179 રન બનાવી શકી હતી. 21 રને કોલકાતાનો પરાજય થયો હતો. એક સમયે 24 બોલમાં 56 રનની જરૂર હતી. દિનેશ કાર્તિક અને હસરંગા મેદાન પર હતા. ત્યારે એવું લાગતું હતું કે દિનેશ કાર્તિક મેચને જીત સુધી લઈ જશે. પણ આવું થયું નહીં અને ચાહકો ભારે ગુસ્સે ભરાયા હતા.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.