Suyash Sharma: ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ડેબ્યુ કરી તરખાટ મચાવનાર આ મિસ્ટ્રી સ્પિનર સુયશ શર્મા કોણ છે?

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Fri 07 Apr 2023 11:50 AM (IST)Updated: Fri 07 Apr 2023 12:59 PM (IST)
who-is-suyash-sharma-all-you-need-to-know-about-kkrs-new-mystery-spinner-113909

Who is Suyash Sharma: કોલકાતા નાઈટ રાઈડર્સનો સુયશ શર્મા ડેબ્યુ મેચમાં જ ટ્રેન્ડિંગમાં આવી ગયો છે. બેંગ્લોર સામેની મેચમાં તેણે ત્રણ વિકેટ લેતા ચર્ચામાં આવ્યો છે. કોલકાતાએ તેને 20 લાખમાં ખરીદ્યો છે. આવો જાણીએ કોણ છે સુયશ શર્મા.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચમાં સુયશ શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું પરંતુ બેટિંગ પૂરી થયા બાદ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે કેપ્ટન નીતિશ રાણેએ સુયશ શર્માને મેદાનમાં ઉતાર્ય હતો. આ સુયશની ડેબ્યુ મેચ હતી. સુયશ ખરેખર ઈમ્પેક્ટ પ્લેયર સાબિત થયો તેણે દિનેશ કાર્તિક, અનુજ રાવત અને કરણ શર્માની મહત્વપર્ણ વિકેટ લીધી હતી. આ સાથેજ કોલકાતાનો આ મચેમાં 81 રને વિજય થયો હતો.

કોણ છે સુયશ શર્મા?
કોલકાતાએ સુયશ શર્માને 20 લાખમાં ટીમ સાથે જોડ્યો છે. મજાની વાત એ છે કે તે એકપણ લિસ્ટ એ, ફર્સ્ટ ક્લાસ કે ટી20 મેચ રમ્યો નથી. તે દિલ્હી અંડર-25 ટીમનો હિસ્સો છે. ઘર આંગણે તેને કોઈ મેચ રમવાની તક મળી નથી.

કેકેઆરના સીએઓ વેન્કી મૈસુરે કહ્યું હતું કે દિલ્હીમાં અંડર 25ની એક મેચમાં તેની ફ્રેન્ચાઈઝીના સભ્યો સુયશ શર્માની બોલિંગથી પ્રભાવિત થયા હતા. દિલ્હીના ભૂતપૂર્વ ક્રિકેટર કરતાર નાથે કહ્યું હતું કે પોતાની ટેલેન્ટને લઈને સુયશ શર્માને દેના બેન્કની ટીમમાં સ્થાન મળ્યું હતું અને તે ડીડીસીએ લીગ હતી. સુયશ શર્માના મોટા ભાઈ અને બહેને તેને ઘણા સપોર્ટ કર્યો છે. સુયશ શર્મા પ્રતિભાને જાણનાર નાથની ભલામણથી તેની પસંદગી અંડર 25 ટીમમાં થઈ હતી.

આઈપીએલની ઓક્શન શરૂ થતા યુવા પ્રતિભાને કેમ્પમાં બોલાવવામાં આવ્યા તેમા સુયશ શર્મા પણ હતો. તેની ખાસિયત એ છે કે તે લેગ સ્પિન કરવાની સાથે સારી સ્પિડમાં ગુગલી પણ ફેંકી શકે છે. કોલકતાની ટીમ સાથે તે નેટ બોલર તરીકે જોડાયો હતો. અને ટીમ મનેજમેન્ટ તેની બોલિંગથી પ્રભાવિત થયું હતું.

સુયશ શર્માએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા ભાઈએ મને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. તે પણ પહેલા ક્રિકેટ રમતો હતો. ભાઈના કહેવાથી મે ઘણી પ્રેક્ટિસ કરી. 10 વર્ષથી હું કંઈ રમ્યો ન હતો. આ વર્ષે હું દિલ્હી તરફથી અંડર-25 રમ્યો છું. લેગ સ્પિન મારો શરૂઆતથી જ શોખ રહ્યો છે. પહેલા હું બેટ્સમેન હતો. મેં વિચાર્યું કે કંઈક યુનિક કરીએ.પછી મે લેગ સ્પિન શરૂ કરી. પ્રેક્ટિસ મેચમાં વરુણ ચક્રવર્તીએ મને ઘણી મદદ કરી. ઘણી બાબતમાં મારી ભૂલો બતાવીને કહ્યું કે આવી રીતે બોલિંગ કરાય. કોચનો મને ઘણો સપોર્ટ રહ્યો છે અને તેમની પાસેથી હું ઘણું શિખ્યો છું.

સુયશ શર્માનું મેચમાં પ્રદર્શન
4 ઓવરમાં 30 રન આપી સુયશ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. તેણે પોતાના ઘાતક સ્પેલમાં અર્જૂન રાવતને એક રને અને દિનેશ કાર્તિકને 9 રને પેવેલિયન ભેગા કર્યા હતા. આ સાથેજ બેંગલોરની કમર તૂટી ગઈ હતી અને જીતની આશા પર પાણી ફરી વળ્યુ હતું. તેણે કરણ શર્માને પણ એક રને આઉટ કર્યો હતો.

મેચમાં શું થયું હતું?
પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 7 વિકેટના નુકસાને 204 રન બનાવ્યા હતા. 89 રનમાં પાંચ વિકેટ પડી ગયા હબાદ શાર્દુલ ઠાકુરની ધમાકેદાર ઈનિંગની મદદથી આટલો જગી સ્કોર કરવામાં કોલકાતા સફળ રહ્યું હતું. શાર્દુલે 29 બોલમાં 3 છગ્ગા અને 9 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લાહ ગુરબાઝે પણ ફિફ્ટી ફટકારી હતી. 205 રનના ટર્ગેટને ચેઝ કરતા બેંગ્લોરનો ધબડકો થયો હતો. વરુણ ચક્રવર્તીએ 4, સુયશ શર્માએ 3 અને સુનિલ નાયરે 2 વિકેટ લીધી હતી. બેંગ્લોર 17.4 ઓવરમાં 123 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. 81 રને કોલકાતાની જીત થઈ હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.