RCB Team 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વીલ જેક્સના રિપ્લેસમેન્ટ તરીકે ન્યૂઝીલેન્ડના માઈકલ બ્રેસવેલનો ટીમમાં સમાવેશ કર્યો

By: Manan VayaEdited By: Manan Vaya Publish Date: Sat 18 Mar 2023 12:34 PM (IST)Updated: Sat 18 Mar 2023 12:34 PM (IST)
royal-challengers-bangalore-signs-michael-bracewell-as-replacement-for-will-jacks-for-ipl-2023-105771

Royal Challengers Bangalore signs Michael Bracewell as replacement for Will Jacks: ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2023ની આગામી સીઝન માટે સાઈન કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ઇજાને લીધે ઇંગ્લેન્ડનો વીલ જેક્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. RCBએ તેના રિપ્લેસમેન્ટ તરીકે બ્રેસવેલનો ટીમમાં સમાવેશ કર્યો છે.

જેક્સને 3.2 કરોડમાં ખરીદ્યો હતો
નોંધનીય છે કે, IPL ઓક્શનમાં બેંગ્લોરે જેક્સને 3.2 કરોડમાં ખરીદ્યો હતો. તેણે તાજેતરમાં બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી દરમિયાન મીરપુરમાં ફિલ્ડિંગ વખતે મસલ ઇન્જરી થઈ હતી.

બ્રેસવેલને 1 કરોડમાં ખરીદ્યો
બ્રેસવેલ કિવિઝ માટે 16 T20 રમ્યો છે. જેમાં તેણે 113 રન બનાવવા ઉપરાંત 21 વિકેટ પણ ઝડપી છે. RCBએ તેને તેની બેસ પ્રાઇસ 1 કરોડમાં ખરીદ્યો છે. ઉલ્લેખનીય છે કે, બ્રેસવેલ અગાઉ IPLમાં ક્યારેય નહોતો રમ્યો અને ડિસેમ્બરના ઓક્શનમાં અનસોલ્ડ ગયો હતો.