Michael Clarke Surgery: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે સ્કિન કેન્સરની સર્જરી કરાવી, ફેન્સને આપ્યો ખાસ મેસેજ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કને 2006 માં સ્કિન કેન્સરની બિમારી વિશે ખબર પડી હતી. ત્યારથી, તે સતત આ બિમારી સામે લડી રહ્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 27 Aug 2025 12:58 PM (IST)Updated: Wed 27 Aug 2025 12:58 PM (IST)
former-australia-captain-michael-clarke-undergoes-surgery-for-skin-cancer-again-592532

Michael Clarke Surgery For Skin Cancer: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે તેમના કેન્સર વિશે એક મોટી અપડેટ આપી છે. આ દરમિયાન, તેમણે લોકોને ખાસ અપીલ કરતા પોતાના દિલની વાત કહી છે. આ દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ખેલાડીને 2006 માં સ્કિન કેન્સર વિશે ખબર પડી હતી. ત્યારથી, તે તેને હરાવવામાં માટે લડી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન અનેક ઓપરેશન પણ કરાવ્યા હતા. આ સાથે, ક્લાર્ક લોકોને આ બિમારી વિશે જાગૃત પણ કરી રહ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને સ્કિન કેન્સર વિશે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.

માઈકલ ક્લાર્કે પોસ્ટમાં શું કહ્યું?

માઈકલ ક્લાર્કે કેન્સરથી છુટકારો મેળવવા માટે તેમનું છેલ્લું ઓપરેશન કરાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન, લખ્યું કે, "ત્વચાનું કેન્સર વાસ્તવિક છે! ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં. આજે મારા નાકમાંથી બીજું કેન્સર નીકળ્યું. તમારી ત્વચાની તપાસ કરાવો, આ એક ફ્રેન્ડલી રિમાઇન્ડર છે. ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે. આ માટે, નિયમિત તપાસ જરૂરી છે. સદભાગ્યે, મને આ રોગ વિશે વહેલા ખબર પડી".

ઓસ્ટ્રેલિયા માટે 2015નો વર્લ્ડ કપ જીતનાર માઈક ક્લાર્કને ચહેરા અને કપાળનું ત્વચા કેન્સર હતું. તેના માટે તેમણે અનેક ઓપરેશન કરાવ્યા. હવે તે સંપૂર્ણપણે તેનાથી છુટકારો મેળવી ચૂક્યો છે.

ક્લાર્કે અનેક ઓપરેશન કરાવ્યા

માઈકલ ક્લાર્કને 2006માં પહેલીવાર આ રોગ વિશે ખબર પડી હતી. ત્યારથી, તેમણે અનેક ઓપરેશન કરાવ્યા હતા. આ સાથે, તેઓ લોકોને ત્વચાના કેન્સર વિશે જાગૃત પણ કરી રહ્યા છે. 2010માં, તેઓ કેન્સર કાઉન્સિલના એમ્બેસેડર પણ બન્યા.

તેમણે વધુમાં જણાવ્યું કે, ત્વચાનું કેન્સર લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવાને કારણે થાય છે. ખેલાડીઓ લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહે છે, ખાસ કરીને ટેસ્ટ મેચ દરમિયાન. આવી સ્થિતિમાં, સૂર્યપ્રકાશની તેમની ત્વચા પર વધુ અસર પડે છે. આ દરમિયાન તેમણે લોકોને સૂર્યપ્રકાશથી પોતાના ચહેરાને બચાવવાની અપીલ કરી. ભૂતપૂર્વ કેપ્ટન રિચી બેનોનું 2015માં આ બીમારીને કારણે અવસાન થયું હતું. માઈકલ ક્લાર્કે 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.