અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા "અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન" અભિયાન, ગુજરાતના 83 લાખ 48 હજાર વિદ્યાર્થીઓ સંકલ્પ કરશે

આ અભિયાન સમગ્ર ભારતમાં પાંચ લાખથી વધુ શાળાઓમાં આયોજિત થશે, જેમાં ગુજરાતની પચાસ હજાર શાળાઓનો સમાવેશ થાય છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Wed 27 Aug 2025 04:08 PM (IST)Updated: Wed 27 Aug 2025 04:08 PM (IST)
gujarat-83-48-lakh-students-to-take-pledge-under-amaru-vidhyalay-amaru-swabhiman-campaign-592647
HIGHLIGHTS
  • આ અભિયાન સમગ્ર ભારતમાં પાંચ લાખથી વધુ શાળાઓમાં આયોજિત થશે.
  • ગુજરાતમાં આ કાર્યક્રમમાં 83 લાખ 48 હજાર વિદ્યાર્થીઓ અને 2 લાખ 500 શિક્ષકો સંકલ્પ લેશે.

આગામી પહેલી સપ્ટેમ્બરના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા "અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન" પ્રાર્થના સભા અંતર્ગત સંકલ્પ લેવાનો કાર્યક્રમ યોજાશે. આ અભિયાન સમગ્ર ભારતમાં પાંચ લાખથી વધુ શાળાઓમાં આયોજિત થશે, જેમાં ગુજરાતની પચાસ હજાર શાળાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ કાર્યક્રમમાં 83 લાખ 48 હજાર વિદ્યાર્થીઓ અને 2 લાખ 500 શિક્ષકો સંકલ્પ લેશે. ગુજરાતની ગ્રાન્ટેડ, સરકારી તથા સેલ્ફ ફાઇનાન્સ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ પ્રતિજ્ઞા લેવાય તે માટે સંચાલક મંડળ, એસએમસી સભ્યો અને શાળાના આચાર્યશ્રીઓને મહાસંઘ દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે.

"હમારા વિદ્યાલય હમારા તીર્થ"ના સૂત્ર સાથે આ અભિયાનની શરૂઆત થઈ રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણી શાળાને આપણું તીર્થ બનાવવાનો છે. આ કાર્યક્રમ મિતેશ ભટ્ટ, પ્રાંત અધ્યક્ષ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા યોજાઈ રહ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને અને સમાજને શાળા સાથે જોડી રાખવા પર ભાર મુકાશે. શાળાની અંદર ઉપસ્થિતિ, અભ્યાસ, સ્વચ્છતા, સહયોગ, સ્પર્ધા, અનોખી પહેલ, વાલી શિક્ષક સંવાદ, શ્રનુભવ અને સામૂહિક રજૂઆત જેવા બિંદુઓ પર કામ થશે. આ ઉપરાંત, સમાજનો પણ સહયોગ શાળાને મળી રહે તે માટે એકસૂત્રતાથી એક તાંતણે બાંધવાનો આ કાર્યક્રમ છે. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાના પદાધિકારીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ છાપેલું પેમ્ફ્લેટ જેમાં બધા બિંદુઓનો સમાવેશ થાય છે અને સ્ટીકર દરેક શાળા સુધી પહોંચે તે માટે સંપૂર્ણ મનોગથી પ્રયત્ન કરે જેથી આ કાર્યક્રમ સફળ બને.

આ કાર્યક્રમની સફળતા માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી તથા બંને શિક્ષણ મંત્રીઓનો શુભેચ્છા સંદેશ મળેલ છે. સંગઠન વતી આ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે આ સંકલ્પ અભિયાન અંગે સરકારી, ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે પરિપત્ર પણ બહાર પાડ્યો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ તથા સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળ દ્વારા પણ આ કાર્યક્રમ માટે શુભેચ્છા સંદેશ મળેલ છે અને તેઓએ પણ દરેક શાળામાં આ કાર્યક્રમ પૂર્ણ મનોગથી યોજાય તે માટે અપીલ કરી છે. સંગઠન બંને સંસ્થાઓનો પણ આભાર વ્યક્ત કરે છે. અંતે, ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા આ સંકલ્પ લેવાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.