Satam Atham 2024 Date: રવિવારે છે શીતળા સાતમ, સંતાનના રક્ષણ માટે બહેનો આ દિવસે કરે છે વ્રત

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 23 Aug 2024 01:44 PM (IST)Updated: Fri 23 Aug 2024 01:51 PM (IST)
satam-atham-2024-date-time-tithi-rituals-significance-in-gujarati-385167

Satam Atham 2024: શ્રાવણ મહિનામાં આવતો જન્માષ્ટમીનો તહેવાર આમ તો આખા સપ્તાહનો તહેવાર છે. બોળ ચોથી, નાગ પંચમી, શીતળા સાતમ, જન્માષ્ટમી અને પારણા- નંદોત્સવ આ તમામ તહેવારને લોકો ઉત્સાહભેર મનાવે છે. આમાનો એક તહેવાર એટલે શીતળા સાતમ. જે શ્રાવણ વદ 7 ના દિવસે આવે છે. આ વખતે સાતમ 25 ઓગસ્ટ 2024 ને રવિવારના રોજ આવશે.

માતા બાળકની સુરક્ષા માટે કરે છે આ વ્રત
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ દિવસે મોટાભાગના ઘરોમાં મહિલાઓ ઠંડી રસોઈ જમે છે. પૌરાણિક કથામાં એવું કહેવાયું છે કે શીતળા સાતમની આગલી રાતે શીતળા માતા દરેકના ઘરના ચુલામાં આળોટવા માટે આવે છે. આથી દરેક ગૃહિણીઓ રાંઘણ છઠ્ઠના દિવસે વિવિધ પકવાનો બનાવી સાંજના સમયે પોતાના ચુલાને ઠારી દે છે અને ચુલાની પુજા કરે છે. જેથી રાતે શીતળા માતા આવે તો તેમને ઠંડક રહે. બહેનો પોતાના સંતાનોના રક્ષણ માટે શીતળા માતાની પૂજા કરે છે.

શીતળા સાતમની સંપૂર્ણ કહાની વાંચવા માટે અહીં ક્લિક કરો - શીતળા સાતમની વાર્તા

શીતળા સાતમ પૂજા વિધિ
શીતળા સાતમના દિવસે મહિલાઓ વહેલી સવારે સ્નાન કરી શીતળા માતાની પૂજા કરે છે. શીતળા માતાને નાગલો-ચૂંદડી પણ ચડાવે છે. આ નાગલો ચુંદડી રૂમાંથી બનાવવામાં આવે છે. આ માટે પ્રસાદમાં કુલર જરૂર હોય છે.

કુલેર કેમ બનાવવી તે વાંચો : Kuler Recipe: કુલેર બનાવવાની રેસિપી

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.