Shitala Satam 2024: શ્રાવણ મહિનામાં બે શીતળા સાતમ હોય છે - પહેલી સુદ સાતમ 11 ઓગસ્ટને રવિવારના રોજ આવે છે. બીજી શીતળા સાતમ 25 ઓગસ્ટને રવિવારના રોજ આવશે.
શીતળા માતાના વ્રતની વિધિ શું હોય છે
આ શીતળા સાતમનું વ્રત પરણિત સ્ત્રીઓ કરે છે. સ્ત્રીઓ આ દિવસે ઠંડાપાણીએ સ્નાન કરે છે. વ્રત રાખે છે અને આખો દિસ ઠંડુ ખાય છે. આ દિવસે ચુલો સળગાવતા નથી. શીતળા માતાની પૂજા અને વાર્તા કરે છે.
શીતળા સાતમની વાર્તા (શીતળા સાતમ વ્રત કથા Sheetala Saptami Vrat Katha)
દેરાણી-જેઠાણી સાથે જોડાયેલી શીતળા સાતમની વાર્તા ખુબ જાણીતી છે. આપણે નાનપણમાં બહુ જ સાંભળી પણ હશે. ચાલો ફરી જોઈએ શીતળા સાતમની વાર્તા.
એક ગામમાં દેરાણી- જેઠાણી રહેતા હતા. દેરાણી માયાળું, ભોળી અને પ્રેમાળ હતી. જ્યારે જેઠાણી તો ગુસ્સાવાળી અને ઈર્ષાળું હતી.
દેરાણી-જેઠાણી બન્નેને નાના બાળક હતા. રાંઘણ છઠ્ઠના દિવસે દેરાણી પોતાનો ચુલો ઠારવાનું ભૂલી ગઈ. શીતળામાં તો રાતે તેના ચુલામાં આળોટ્યા પરંતુ શીતળા માતાનું તો આખું શરીર દાઝી ગયું. આથી તેણે શ્રાપ આપ્યો જેનાથી દેરાણીનું બાળક સવારે મૃત્યુ પામ્યું.
તેને ખ્યાલ આવી ગયો કે આ શીતળા માતાનો શ્રાપ છે આથી તેના નિવારણ માટે તે તો ટોપલામાં બાળક મૂકી નીકળી પડી. રસ્તામાં તેને બે તળાવ મળ્યા. તે તળાવનું પાણી કોઈ પીતું ન હતું. જે પીવે તે મૃત્યુ પામતું હતું આથી તળાવે તેને આ શ્રાપનું નિવારણ શીતળા માતાને પુછવાનું કહ્યું. દેરાણી એ હા પાડી.
આગળ ગઈ તો બે આખલા મળ્યા અને તેના ગળામાં ઘંટલાના પડ હતા અને સતત લડતા હતા. આથી તેણે દેરાણીને કહ્યું કે અમારા શ્રાપનું નિવારણ પુછતા આવજો. દેરાણીએ હા પાડી.
દેરાણી આગળ ગઈ તો ઝાડ નીચે એક માજી બેઠા હતા. તેણે દેરાણીને કહ્યું કે મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપ. દેરાણીએ તો બાળક માજીને આપી તેનું માથું જોવા લાગી. માજીને સારું લાગ્યું અને આશીર્વાદ આપ્યા કે મારું સારું થયું હવે તારું સારું થાય. આવું બોલતા તેનો બાળક જીવતો થઈ ગયો. દેરાણીને ખ્યાલ આવી ગયો કે આ શીતળા માતાજી છે. તેણે તળાવના શ્રાપનું નિવારણ પુછ્યું તો શીતળા માતાજીએ કહ્યું કે આગલા જન્મમાં તે શોક્યા હતા, ઝઘડો કરતા હતા અને શાક છાસ આપે તો પણ પાણી નાખીને આપતા આથી તેનું પાણી કોઈ પીતું નથી. પરંતુ તું એનું પાણી પીજે એટલે તેને શ્રાપમાંથી મુક્તિ મળશે.
પછી દેરાણીએ આખલાના શ્રાપની વાત કરી તો શીતળા માતાએ કહ્યું કે આગલા જન્મમાં બન્ને દેરાણી-જેઠાણી હતી અને ઝઘડતી હતી આથી આ વખતે તેઓ આખલા બન્યા છે. તુ એના ગળામાંથી ઘંટલાના પડ છોડી નાખજે એટલે તેને શ્રાપમાંથી મુક્તિ મળશે. શીતળા માતાના કહ્યા પ્રમાણે દેરાણીએ કર્યું અને તળાવ અને આખલાને શ્રાપમાંથી મુક્તિ મળી.
હવે જેઠાણીને દેરાણીનો પુત્ર સજીવન થયાની વાત જાણવા મળી તો તેને ઈર્ષા થઈ. આથી બીજી રાંઘણ છઠ્ઠના દિવસે તેણે જાણી જોઈને પોતાનો ચુલો સળગતો રાખ્યો. આથી શીતળા માતાએ તેને પણ શ્રાપ આપ્યો. આથી તેનો પુત્ર પણ સવારે મૃત્યુ પામ્યો. દેરાણીની જેમ જેઠાણી પણ પોતાના પુત્રને લઈને નીકળી પડી શીતળા માતાને શોધવા.
રસ્તામાં તેને તળાવ મળ્યું તળાવે જેઠાણીને ક્યાં જઈ રહ્યાની વાત કરતા જેઠાણીએ ગુસ્સામાં જવાબ આપ્યો. આવું જ તેણે આંખલા અને ઝાડ નીચે બેઠેલા માજી એટલે કે શીતળા માતા સાથે કર્યું. આથી આખો દિવસ રઝળપાટ કરવા છતાં તને શીતળા માતા મળ્યા નહીં. એટલે જ કહેવાય છે ભક્તિ હૃદયપૂર્વક કરવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે.