Akshaya Tritiya 2023 History, Significance: 22 એપ્રિલે શનિવારે અક્ષય તૃતિયાનો પર્વ ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતિયાનો પર્વનું ખૂબ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિના ઘર અને તેના જીવનમાં ધનની કમી કદી થતી નથી. અક્ષય તૃતિયા સાથે જોડાયેલી કેટલીક કથાઓ તમે નહીં જાણતા હોવ. આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક વાતો વિશે જણાવીશું.
અક્ષય તૃતીયાના દિવસે ચાર ધામમાંથી બદ્રીનાથના દ્વાર ખુલે છે. અક્ષય તૃતીયાના દિવસે જ વૃંદાવન સ્થિત શ્રી બાંકે બિહારી જીના ચરણ જોવા મળે છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની અક્ષત પુષ્પ દીપથી પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય અને સંપત્તિ મળે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, અક્ષય તૃતીયાના દિવસે માતા ગંગા ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળ્યા હતા. એવું પણ માનવામાં આવે છે કે સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગની શરૂઆત અક્ષય તૃતીયાના દિવસે થઈ હતી. ધાર્મિક દૃષ્ટિએ અક્ષય તૃતીયાનો દિવસ સૌભાગ્યનો અખંડ અને અભેદ્ય શુભ ફળદાયી દિવસ માનવામાં આવે છે. આ દિવસનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે.
વૈજ્ઞાનિક આધાર પર એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઉર્જાનો સ્ત્રોત વર્ષના અન્ય દિવસોની સરખામણીમાં ખૂબ જ અસરકારક અને સકારાત્મક હોય છે. આ દિવસે વ્યક્તિની બાહ્ય ઉર્જા અને તેની આંતરિક ઉર્જા એક અલગ પ્રકારની તીક્ષ્ણતા જાગૃત કરે છે, જેના કારણે વ્યક્તિના મગજ પર ઊંડી અને તીવ્ર અસર જોવા મળે છે, જે બુદ્ધિને કાર્યક્ષમ બનાવે છે.