વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: વર્ષની શરુઆતમાં રાહુ-કેતુનું ગોચર આપશે રાહત, ખુલશે પ્રગતિના દ્વાર

By: AkshatKumar PandyaEdited By: AkshatKumar Pandya Publish Date: Wed 08 Nov 2023 09:55 AM (IST)Updated: Wed 08 Nov 2023 12:28 PM (IST)
taurus-vikram-samvat-2080-yearly-horoscope-vrushabh-rashi-varshik-rashifal-in-gujarati-229213

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Taurus Vikram Samvat 2080 Yearly Horoscope | Vrushabh Vikram Samvat 2080 Horoscope | વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080:
વૃષભ રાશિના જાતકો માટે આ નવું વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. અઢી વર્ષથી રાહુ મહારાજ તમારી રાશિથી બારમે બેસી તમને ખૂબ હેરાન કરી રહ્યા હતા તે 30 ઓક્ટોબર 2023ના રોજ ગોચર કરી મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જે તમારાથી લાભ સ્થાનમાં ગોચર કરશે. આ વર્ષ દરમિયાન તમને ખૂબ લાભ મળવાનો છે. અધૂરા દરેક કાર્યો પૂરા થશે. જીવનમાં કઈંક નવું કરવાની તક મળશે.

વર્ષ દરમિયાન ગ્રહોના ગોચર પર આંશિક નજર
ગુરુ મહારાજનું ગોચર
ગુરુ મહારાજ વર્ષની શરુઆતમાં બારમા સ્થાનેથી પસાર થઈ રહ્યા છે આ સમયગાળા દરમિયાન કોઈ શુભ ખર્ચો કરી શકશો. એવો ખર્ચો કે જે તમને કરવો ગમશે. વર્ષના મધ્યભાગમાં અપરિણીતો માટે લગ્નના માગા આવી શકે છે. દરેક માટે શુભ સમય કહેવાશે.

શનિ મહારાજનું ગોચર
વર્ષ દરમિયાન શનિ મહારાજ તમારા કર્મ સ્થાનેથી પસાર થશે. જેથી તમારે નોકરી કે ધંધામાં ખૂબ મહેનત કરવી પડશે. શનિની હાજરી હોવાથી કઈં પણ બેઠેબેઠું મળી નહીં જાય તમારે દરેક વસ્તુ પાછળ ખૂબ મહેનત કરવી પડશે. જો ખોટું કર્યું તો શનિદેવ સજા આપવામાં પણ મોડુ નથી કરતા, માટે આ વર્ષે ધંધા કે નોકરીમાં કપટ કરવું નહીં.

રાહુ મહારાજનું ગોચર
વર્ષ દરમિયાન રાહુ મહારાજ લાભ સ્થાનમાં હોવાથી તમને કોઈ એવી વ્યક્તિનો સહકાર મળશે કે જે તમારા માટે ખૂબ નસીબદાર સાબિત થશે અને આર્થિક ક્ષેત્રે તમને ખૂબ આગળ લઈ જશે.

વ્યવસાયિક ક્ષેત્ર
વર્ષની શરુઆતમાં વ્યાવસાયિક ક્ષેત્રે ખૂબ લાભ થવાનો છે. બની શકે કે તમે ધંધા પાછળ થોડો ખર્ચો કરો. નવા વેપારીઓ સાથે મુલાકાત થશે અને તેમની સાથે ધંધાકીય સંબંધો વધુ મજબૂત થશે. મે 2024 પછી શત્રુઓથી ખૂબ સાવધાન રહેવું. કોઈ કર્મચારી પ્રત્યે વધુ વિશ્વાસ હેરાન કરી શકે છે.

આરોગ્ય
તમારું આ વર્ષ આરોગ્ય ક્ષેત્રે ખૂબ શુભ રહેશે. કફ સંબંધિત રોગો વર્ષ દરમિયાન થશે, ગળુ ખાસ સાચવીને રાખવું. માતાના સ્વાસ્થ્યની ચિંતા કરવી જરુરી બની રહેશે.

આર્થિક ક્ષેત્ર
આર્થિક ક્ષેત્રે તમારું આ વર્ષ શુભ છે. નવેમ્બર 2024 સુધી કોઈ વાંધો આવશે નહીં. કોઈ અણધાર્યો લાભ તમને પ્રાપ્ત થશે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય.

લગ્ન-લગ્નજીવન
લગ્નજીવન માટે આ વર્ષ ઉત્તમ છે, ઘરમાં નવા મહેમાનનું સ્વાગત કરી શકો છો. અપરિણીતો માટે લગ્નના માગા આવી શકે છે અને એપ્રિલ 2024 પછી લગ્ન નક્કી પણ થઈ શકે છે.

અભ્યાસ
વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. વર્ષના વચ્ચેના ભાગ એટલે કે ઓગસ્ટથી જુલાઈ દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, તેના કારણે વર્ષ બગડી શકે છે. ગુરુની માળા કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થશે.

(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.