વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: વર્ષની શરુઆત છોડી સમગ્ર વર્ષ શુભ, અટવાયેલા કાર્યો પૂરા થવા લાગશે; જાણો નવા વર્ષનું વિસ્તૃત રાશિફળ

By: AkshatKumar PandyaEdited By: AkshatKumar Pandya Publish Date: Sat 11 Nov 2023 08:36 AM (IST)Updated: Sat 11 Nov 2023 10:41 AM (IST)
scorpion-vikram-samvat-2080-yearly-horoscope-vrishchik-rashi-varshik-rashifal-in-gujarati-230811

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Scorpion Vikram Samvat 2080 Yearly Horoscope | Vrishchik Vikram Samvat 2080 Varshik Rashifal | વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ શુભ રહેવાનું છે. જો તમે કોઈ બિમારીનો સામનો કરી રહ્યા હતા તો આ વર્ષે તમને તેમાંથી છૂટકારો મળશે. ગુરુ-શનિ-રાહુ-કેતુ જેવા લાંબા ગાળામાં રાશિ બદલતા ગ્રહો તમને આ વર્ષે ખૂબ અસર કરવાના છે. મોસાળ તરફથી આ વર્ષે તમને ખૂબ ફાયદો થવાનો છે. કર્મસ્થાને પ્રમોશનના યોગ બની રહ્યા છે.

ગ્રહોના ગોચર પર આંશિક નજર-
ગુરુ મહારાજનું ફળ-
ગુરુ મહારાજ તમારી રાશિથી છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે. તેથી જ મોસાળબાજૂથી કોઈ લાભ થવાનો છે. તેમની પાંચમી દ્રષ્ટિ તમારા કર્મ સ્થાન પર થઈ રહી છે, જેનાં કારણે કર્મસ્થાને(નોકરી-ધંધા)માં વૃદ્ધિના યોગ છે. ધંધામાં સારો નફો થશે અને બની શકે કે તમે એમાં વધુ સાહસ કરો. નોકરી કરતા જાતકોને પ્રમોશનના યોગ છે.

શનિ મહારાજનું ફળ
શનિ મહારાજ સમગ્ર વર્ષ દરમિયાન તમારી રાશિથી ચોથા સ્થાનમાં પરિભ્રમણ કરશે. વર્ષ દરમિયાન મકાન-વાહન ખરીદીના યોગ છે. કર્મોનું ફળ થોડુ મોડુ મળશે. ઓગસ્ટ 2024 પછીનો સમય તમારા માટે શુભ રહેશે.

રાહુ મહારાજનું ફળ
રાહુ સમગ્ર વર્ષ દરમિયાન તમારી રાશિથી પાંચમા સ્થાને પરિભ્રમણ કરશે. જેથી વિદ્યાર્થીમિત્રોએ સ્વાસ્થ્ય અંગે ખૂબ સાચવવું જરુરી બની રહેશે. જે કાર્ય વર્ષોથી અકટેલુ હતુ તે પુરુ થશે. ફેબ્રુઆરી-2024માં સ્વાસ્થ્ય સંબંધિત બિમારી આવી શકે છે.

વ્યવસાય
અગાઉ જણાવ્યું તે અનુસાર ગુરુ ગ્રહની દ્રષ્ટિ તમારા કર્મસ્થાને હોવાથી આ વર્ષે તમારો વ્યવસાય ખૂબ જ પ્રગતિ કરશે. તમે ખૂબ નફો કમાશો. જવાબદારી વધશે પણ નિભાવવી ગમશે. કર્મચારીઓમાંથી કોઈ ખૂબ લાભ કરાવશે. સપ્ટેમ્બર 2024માં ખાલી સાચવવું જરુરી.

આરોગ્ય
વર્ષ દરમિયાન આરોગ્ય સારુ રહેશે. ગુરુ મહારાજની છઠ્ઠા સ્થાનથી હાજરી સ્વાસ્થ્ય બાબતે થોડો ખર્ચ કરાવશે. ડેન્ગ્યૂ-મલેરિયા જેવા મચ્છરજન્ય રોગો થઈ શકે છે.

લગ્ન-લગ્નજીવન
તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં ગુરુનું ભ્રમણ તમને લગ્નજીવનમાં થોડી મુશિબતોનો સામનો કરાવશે. જીવનસાથી સાથે થોડા મતભેદો ઉભા થઈ શકે છે. પ્રેમજીવન સારામાં સારુ રહેશે. અપરિણીતોને માર્ચ-2024 પછી લગ્નના માગા આવી શકે છે.

અભ્યાસ
અભ્યાસ બાબતે વિદ્યાર્થીમિત્રોએ ખૂબ ધ્યાન રાખવાનું છે. રાહુ મહારાજની સ્થિતિ તમને બિમાર પાડી શકે છે. ભણવામાંથી ધ્યાન અન્ય જગ્યાએ જઇ શકે છે. ઓગસ્ટ 2024 પછીનો સમયગાળો અભ્યાસ માટે શુભ.

(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.