મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: કાર્યક્ષેત્રે શુભ પરિવર્તન જોવા મળશે, કોઇ ચિંતાનું સમાધાન આ વર્ષે મળતું જણાય

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Fri, 10 Nov 2023 09:15 AM (IST)Updated: Fri, 10 Nov 2023 10:04 AM (IST)
gemini-vikram-samvat-2080-yearly-horoscope-mithun-rashi-varshik-rashifal-in-gujarati

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Gemini Vikram Samvat 2080 Yearly Horoscope | Mithun Vikram Samvat 2080 Horoscope | મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: મિથુન રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. લાંબા ગાળે રાશિ પરિવર્તન કરતા ગ્રહો જેવા કે રાહુ-ગુરુ-શનિ-કેતુ તમારા જીવનમાં અસર કરશે. વર્ષની શરુઆતમાં રાહુ તમારી રાશિથી દસમાં સ્થાને હોવાથી કાર્યક્ષેત્રે તમારા જીવનમાં કોઈ પરિવર્તન ચોક્કસથી આવી શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાંથી છૂટકારો મળશે. જીવનમાં જવાબદારીઓ પણ વધી શકે છે.

ગ્રહોના ગોચર પર આંશક નજર
શનિ મહારાજનું ગોચર- વર્ષની શરુઆતમાં શનિદેવ તમારી રાશિથી ભાગ્ય સ્થાનમાં ગોચર કરી રહ્યા છે, જેથી ખૂબ જ મહેનતથી સારુ પરિણામ પ્રાપ્ત થશે. શનિદેવ દરેક કર્મોનું ફળ મોડા આપે છે, તેથી બની શકે કે તમે મહેનત કરો પણ આ વર્ષે ફળ તમને મોડા મળે. વર્ષના અંતમાં ખૂબ જ શુભ સમય શરુ થશે.

ગુરુ મહારાજનું ફળ
ગુરુ વર્ષની શરુઆતમાં તમારી રાશિથી અગિયારમાં સ્થાને એટલે કે લાભ સ્થાને ગોચર કરી રહ્યા છે. જે તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. મોટા ભાઈ-બહેન તરફથી કોઈ લાભ પ્રાપ્ત થશે. સંતાન સુખ મળી શકે છે અથવા સંતાન તરફથી કોઇ સારા સમાચાર પ્રાપ્ત થશે. ભાગીદારી લાભદાયક નિવડશે.

રાહુ મહારાજનું ફળ
રાહુ તમારી કુંડળીમાં આ વર્ષ દરમિયાન દસમાં સ્થાને એટલે કે કર્મ સ્થાને પરિભ્રમણ કરશે, જેથી અગાઉ જણાવ્યું તે અનુસાર કાર્યક્ષેત્રે કોઈ પરિવર્તન શક્ય છે. પિતા સાથેના સંબંધો સાચવવા જરુરી.

વ્યવસાય
વ્યાવસાયિક દ્રષ્ટિએ આ વર્ષે તમે કોઈ સાહસ કરીને નવો ધંધો ખોલી શકો છો. ધંધામાં કરેલું સાહસ શુભ પરિણામ આપશે. વર્ષનો મધ્યથી અંતિમ ભાગ સારો છે. વર્ષની શરુઆતમાં સાહસ કરવું ટાળવું.

આરોગ્ય
આ વર્ષે તમારે પિતાના આરોગ્યની ચિંતા કરવાની ખાસ જરુરી છે. બની શકે કે તેમની પાછળ ખર્ચો કરવો પડે. હાડકાના રોગો ન થાય તેમજ અકસ્માતથી બચવું જરુરી.

લગ્ન-લગ્નજીવન
આ વર્ષે લગ્નજીવન સારુ રહેવાનું છે. ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન અપરિણીતોના લગ્ન પણ થઈ શકે છે.પ્રેમ સંબંધ માટે પણ આ વર્ષ ખૂબ જ લાભદાયી રહેવાનું છે.

અભ્યાસ
વિદ્યાર્થીમિત્રો માટે આ વર્ષ યાદગાર બની રહેશે. સારામાં સારી ડિગ્રી આ વર્ષે મળી શકે છે. IT, માર્કેટિંગ સાથે જોડાયેલ વિદ્યાર્થીમિત્રોને આ વર્ષે નસીબનો ખૂબ સાથ મળશે.

(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.