કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: શનિની નાની પનોતી કરાવશે ખૂબ મહેનત, આ વર્ષે સ્વાસ્થ્ય સાચવવું ખૂબ જ જરુરી; જાણો વિક્રમ સંવત 2080નું રાશિફળ

By: AkshatKumar PandyaEdited By: AkshatKumar Pandya Publish Date: Fri 10 Nov 2023 09:20 AM (IST)Updated: Fri 10 Nov 2023 10:02 AM (IST)
cancer-vikram-samvat-2080-yearly-horoscope-kark-rashi-varshik-rashifal-in-gujarati-230318

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Cancer Vikram Samvat 2080 Yearly Horoscope | Kark Vikram Samvat 2080 Horoscope | કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: કર્ક રાશિના જાતકો માટે નવું વર્ષ થોડું મિશ્ર રહેવાનું છે. તમારી રાશિને હાલ શનિની ઢૈય્યા (અઢી વર્ષની નાની પનોતી) ચાલી રહી છે. જેના કારણે તમે હાલ થોડા મુંઝાયેલા રહેશો. કાર્ય ઝડપથી પૂરા નહીં થાય. અટકાયેલા પૈસા નહીં મળે. આ ચિંતાઓના કારણે નાસિપાસ થવું નહીં શનિદેવ મોડા ફળ આપે છે, બસ તમારું કાર્ય કરતા રહેવું, તમને વર્ષના અંત સુધીમાં ફળ મળશે જ.

વર્ષ દરમિયાન ગ્રહોના ગોચર પર આંશિક નજર
શનિ મહારાજનું ફળ-
વર્ષની શરુઆત તેમજ વર્ષ દરમિયાન શનિ મહારાજ તમારી રાશિથી આઠમી રાશિથી ગોચર કરશે. સ્વાસ્થ્ય ખૂબ જ સાચવવું. શનિદેવ લાંબાગાળા સુધી દવા લેવી પડે તેવી બિમારી આપી શકે છે. વાહન શાંતિથી ચલાવવું. વાણી પર સંયમ રાખવો જરુરી, ખાસ માણસો જોડે સંબંધો બગડશે.

ગુરુ મહારાજનું ફળ-
ગુરુ વર્ષની શરુઆતમાં દસમા સ્થાનમાં સ્થિત છે. નવુ મકાન કે વાહન ખરીદવાના પૂરેપૂરા યોગ છે. પિતા તરફથી સારો વારસો મળી શકે છે. ધન સંગ્રહ કરી શકશો. શત્રુ વિજય મળશે. ઓગસ્ટ 2024 પછીનો સમયગાળો શુભ રહેશે.

રાહુ મહારાજનું ફળ-
રાહુ વર્ષ દરમિયાન તમારા ભાગ્ય સ્થાનથી ગોચર કરશે. જે તમને આંશિક રીતે લાભ કરાવશે. કોઈ કોર્ટ-કચેરીના કાર્યમાં ફસાયેલા હોવ તો બહાર કાઢી આપશે. નિતિથી કાર્ય કરવા જો ખોટુ કર્યું તો રાહુ ઉપરથી નીચે લાવતા વાર નહીં કરે.

વ્યવસાય
વ્યવસાય ક્ષેત્રે આ વર્ષે તમે મિશ્ર અનુભવ કરશો. વર્ષની શરુઆતમાં તો નહીં પણ વર્ષ જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ નફો વધુ મેળવશો. ભાગીદારીમાં ધ્યાન રાખવું. નવા-નવા ખર્ચાઓ આવશે. કર્મચારીઓ સાથે ગુસ્સાથી વર્તાવ કરશો.

આરોગ્ય
ઉપર જણાવ્યું તે અનુસાર આ વર્ષ દરમિયાન શનિદેવ આઠમા સ્થાનેથી ગોચર કરવાના હોવાથી સ્વાસ્થ્ય ખૂબ સાચવવુ. કોઈ પણ લક્ષણને હળવાશથી ન લેવો. ડોક્ટરની સલાહ લેવામાં ખચકાટ ન કરવી. તમારી ભૂલ ભારે પડી શકે છે.

લગ્ન-લગ્નજીવન
વર્ષ દરમિયાન લગ્નજીવન સુમેળભર્યું રહેશે. જીવનસાથી પર વધુ ગુસ્સે ન થવું. લગ્નની રાહ જોઈ રહેલા જાતકો માટે એપ્રિલ 2024 સુધી રાહ જોવી પડશે ત્યાર પછી લગ્નના યોગો સર્જાય રહ્યા છે.

અભ્યાસ
વિદ્યાર્થીમિત્રો માટે આ વર્ષ નોંધનીય રહેવાનું છે. વર્ષની શરુઆતમાં બુધ તમારી રાશિથી પંચમ સ્થાનમાં ગતિ કરશે, બુધ બુદ્ધિનો કારક હોવાથી વર્ષ દરમિયાન અભ્યાસ સારો રહેશે. કોમર્સ, મેનેજમેન્ટ, it સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ ખૂબ સફળ થશે.

(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.