અક્ષત પંડ્યા, અમદાવાદ.
Aquarius Vikram Samvat 2080 Yearly Horoscope | Kumbh Vikram Samvat 2080 Horoscope | કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: કુંભ રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2080નું નવું વર્ષ મિશ્ર રહેવાનું છે. શનિ તમારી રાશિમાંથી જ પસાર થઈ રહ્યો હોવાથી વધુ મહેનત કરવી પડશે. કોઈ કામ સમય પર પૂરા નહીં થાય. સંબંધોમાં તિરાડ પડશે. ગુરુ-રાહુ-કેતુ-શનિ જેવા લાંબા ગાળે ગોચર કરતા ગ્રહો તમારા જીવનમાં સૌથી વધુ અસર કરશે. સાહસ કરશો તો વધુ સફળ થશો. આ વર્ષ દરમિયાન નક્કામાં ખર્ચા થશે.
ગ્રહોના ગોચર પર આંશિક નજર
ગુરુ મહારાજનું ફળ
ગુરુ ગ્રહ વર્ષ દરમિયાન તમારી રાશિથી ત્રીજા સ્થાને ગોચર કરશે. જેઓ લગ્ન માટે સારું પાત્ર શોધી રહ્યા છે, તેમને સફળતા મળશે અને આ વર્ષે લગ્ન પણ થશે. ભાગ્યોદય થશે પરંતુ તેનું ફળ આવતા વર્ષે થશે. કોઈ અજાણ્યો વ્યક્તિ લાભ પહોંચાડશે.
રાહુ મહારાજનું ફળ
રાહુ ગ્રહ તમારી રાશિથી બીજા સ્થાને ગોચર કરશે. જેથી તમારી બચત આ વર્ષે વપરાશે. વાણી પર ખાસ સંયમ રાખવો, તમે દરેક પર ગુસ્સો કરશો જેનાં કારણે તમને લાગશે કે લોકો સાથે સંબંધો તૂટવા લાગ્યા છે.
શનિ મહારાજનું ફળ
શનિ મહારાજ તમારી જ રાશિમાંથી ગોચર કરી રહ્યા છે. થોડી આળસનો અનુભવ કરશો. શનિની સાડાસાતી ચાલી રહી છે, કોઈ કાર્ય સમયસર પૂરા નહીં થાય. કોઈ ખોટું કાર્ય કરશો નહીં શનિદેવ તાત્કાલિક સજા આપશે. લગ્નજીવનમાં જતુ કરવાની ભાવના રાખવી જરુરી.
વ્યવસાય
આ વર્ષ વેપાર ક્ષેત્રે સારું રહેવાનું છે. સાહસ કરશો તેટલું વધુ કમાશો. ઓગસ્ટ 2024થી ઓક્ટોબર 2024 સુધીનો સમય ખૂબ મહત્વપૂર્ણ રહેશે. કોઈ અંદરનો માણસ તમને ઝટકો આપશે. કોઈ પર વધુ વિશ્વાસ કરવો નહીં. મોટા ભાઈથી ધંધામાં લાભ થશે.
આરોગ્ય
આરોગ્ય ક્ષેત્રે આ વર્ષ ખૂબ સંભાળવાનું છે. રાહુ મહારાજની દ્રષ્ટિ છઠ્ઠા સ્થાને હોવાથી આરોગ્ય બાબતે ખર્ચા થશે. તબિયતનું ધ્યાન રાખવું જરુરી. વાહન ચલાવતા સમયે કાળજી રાખવી. અકસ્માતના યોગો બની રહ્યા છે.
લગ્ન-લગ્નજીવન
અગાઉ જણાવ્યું તે અનુસાર ગુરુ ગ્રહની દ્રષ્ટિ સાતમા સ્થાને હોવાથી અપરિણીતોના લગ્ન થશે. લગ્નજીવનમાં કપરો સમય આવશે પણ તમારી સૂઝબૂઝથી તમે તેમાંથી બહાર નીકળશો અને સંબંધોને કશું થવા દેશો નહીં. ઓગસ્ટ 2024 પછી પ્રેમ સંબંધોમાં શુભ પરિણામ પ્રાપ્ત થશે.
અભ્યાસ
કુંભ રાશિના જાતકોને આ વર્ષે સ્વાસ્થ્યના કારણે વર્ષ દરમિયાન અભ્યાસ ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવું. મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા જાતકો માટે શુભ વર્ષ છે. it ક્ષેત્રે પણ સફળતા મેળવશો.
(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.