Saiyaara Song | Video Viral: મોહિત સુરીની બૉલિવૂડ ફિલ્મ 'સૈયારા' રિલીઝ થઈ તે સાથે જ બૉક્સ ઑફિસ પર અનેક રેકોર્ડ તોડી દીધા છે અને હજુ પણ ફિલ્મ સતત કમાણી કરી રહી છે. આ ફિલ્મનું મ્યુઝિક પણ ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. ખાસ કરીને ટાઈટલ ટ્રેક ખૂબ જ વખણાઈ રહ્યું છે અને આ ગીતને લઈને સોશિયલ મીડિયામાં દરરોજ અઢળક રીલ્સ બની રહી છે. એવામાં 'સૈયારા'નું એક નવું વર્ઝન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે.
હકીકતમાં દિલ્હીના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નિશ્ચય વર્મા દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર 'સૈયારા' વર્ઝન ઑફ ધી કોર્પોરેટ સોન્ગ કેપ્શન સાથે એક ગીત બનાવીને પોસ્ટ કર્યું છે. આ વીડિયોની કૉમેન્ટમાં યુઝર્સ 'સૈયારા' ખોટું 'દુખીયારા' સાચું લખી રહ્યા છે.
આ વીડિયોમાં નિશ્ચય એક કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતો એમ્પ્લોઈ હોય, તેવા આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેણે જે ગીત ગણકાર્યું છે, તેના એક-એક શબ્દ આજના કોર્પોરેટ જગતમાં કામ કરતાં કર્મચારીઓની વ્યથા વર્ણવી રહ્યા છે.
આ પણ વાંચો
નિશ્ચયે આ ગીત થકી કોર્પોરેટ જગતની કડવી વાસ્તવિક્તા વર્ણવાનો પ્રયાસ કર્યો છે. ગીતના શબ્દો પર નજર નાંખીએ તો,
₹25,000 कमाऊं। 10 का तो रेंट भरता हूं। सेविंग्स के पैसे मैं कहां से लाऊं फ़ की एमआई बाकी खाने में जाए। पूरा महीना अब कैसे निकालूं? न टू फाइव में फसा गया मैं पर्सनल लाइफ के भी लागे पड़े हैं અર્થાત (મહિને 25 હજાર કમાઉં છુ, જેમાંથી 10 હજારનું તો ભાડું ભરું છુ. બચત માટે પૈસા ક્યાંથી લાઉ. ફોનના હપ્તા બાકી, વધેલા પૈસા ખાવામાં વપરાય. એમાં આખો મહિનો કેવી રીતે વીતાવું..9 થી 5માં અટવાઈ ગયો છું અને અંગત જીવન જેવું કશું જ બચ્યું નથી)
ગત 4 ઓગસ્ટના રોજ નિશ્ચય વર્માએ પોતાના એકાઉન્ટમાં શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 27 લાખથી વધુ લાઈક મળી ચૂક્યા છે અને 43 હજારથી વધુ લોકો કૉમેન્ટ કરી ચૂક્યા છે.
'સૈયારા' નહીં 'દુખીયારા' સોન્ગ
સોશિયલ મીડિયામાં યુઝર્સ કોમેન્ટમાં લખી રહ્યા છે કે, આ ખરી વાસ્તવિક્તા છે. કેટલાક યુઝર્સ કૉમેન્ટમાં સૈયારા વર્સિસ દુખીયારા તો કોઈ બેચારા લખી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, મારી જિંદગીની વાસ્તવિક્તા ગીતમાં જ વર્ણવી દીધી.