Elephant Attack Viral Video: કર્ણાટકન બાંદીપુર સ્થિત ટાઈગર રિઝર્વ (Bandhipur Tiger Reserve)થી એક ચોંકાવનાર વીડિયો વાયરલ થયો છે. જેમાં એક હાથીએ સેલ્ફી લેવાનો પ્રયત્ન કરનાર એક યુવક પર હુમલાનો છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હાથી યુવાનને જોઈને ગુસ્સે થઈ જાય છે અને પછી તેની પાછળ દોડવા લાગે છે.
વીડિયોમાં તમે જોશો કે ભાગવાનો પ્રયાસ કરતી વખતે, તે યુવાન રસ્તા પર પડી જાય છે. આ પછી હાથી તેના પગથી જોરથી લાત મારીને તેને કચડી નાખવાનો પ્રયાસ કરે છે. આ જોઈને ત્યાં હાજર અન્ય લોકો અને વાહનોમાં બેઠેલા લોકો ગભરાઈ ગયા.
આ ભયાનક હુમલામાં યુવાન બચી ગયો પરંતુ ગંભીર રીતે ઘાયલ થયો. તેના મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો. આ વીડિયો સ્થાનિકો અને વન્યજીવન પ્રેમીઓમાં ગુસ્સાનું કારણ બન્યો છે. નેટીઝન્સ યુવાનની બેદરકારીની કઠોર શબ્દોમાં ટીકા કરી રહ્યા છે.