VIRAL VIDEO: ભારતીય લગ્ન પરંપરામાં કેટલાક રિવાજોનું આગવું મહત્ત્વ માનવામાં આવ્યું છે. જેમાં વરરાજાનો વરઘોડો, જાનૈયાઓનો ડાન્સ, લગ્નની આગલી રાતે ગરબા, હલ્દી અને મહેંદી સેરેમની વગેરે મુખ્ય છે. લગ્ન પ્રસંગ દરમિયાન હસી-મજાક તો સામાન્ય છે, તેમાં પણ સાળી-બનેવીના સબંધની ખાસ કેમેસ્ટ્રી જોવા મળતી હોય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક આવો જ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મિત્રો અને ભાઈઓએ ના પાડી હોવા છતાં વરરાજા પોતાની સાળીને એક રિક્વેસ્ટ પર સ્ટેજ પર ડાન્સ કરવા તૈયાર થઈ જાય છે.
સ્ટેજ પર વરરાજા અને કન્યા મેરેજ આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં ભોજપુરી મ્યુઝીક વાગે છે. આ સમયે દુલ્હન ડાન્સ કરવા લાગે છે, પરંતું વરરાજા મુંઝાય છે કે શું કરવું? અણવર બનતો વરરાજાનો મિત્ર આવીને કાનમાં કહે છે કે, ડાન્સના કરતો. આ સમયે જ સાળી સ્ટેજ પર ચડી જાય છે અને વરરાજાને હસીને કહે છે કે, જીજુ ડાન્સ કરો. આ સાથે જ વરરાજા કન્યાનો હાથ પકડીને સ્ટેજ પર ઠુમકા મારવા માંડે છે.
ઈન્સ્ટાગ્રામ પર @studentgyaan નામના યુઝર્સે શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે.આ સાથે જ તરેહ-તરેહની કૉમેન્ટ પણ કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું છે કે, સાળીનો જાદુ એવો ચાલ્યો, જે જીજા ભાન ભૂલી ગયા. એક યુઝર્સે વ્યંગમાં લખ્યું છે કે, આવો ડાન્સ તો હું પણ કરીશ. આખરે સાળીને ઈમ્પ્રેસ કરવાની છે. એક યુઝર્સે લખ્યું છે કે, લગ્નમાં આવી રીતે જાહેરમાં ડાન્સ કરવો યોગ્ય નથી. સમાજ અને સબંધીઓ શું વિચારશે?