VIDEO VIRAL: મેરેજ સિઝન આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં લગ્ન સાથે સંકળાયેલા એક એકથી ચડિયાતા વીડિયો વાયરલ થવા લાગે છે. ક્યારેક કન્યાની એન્ટ્રી, ક્યારેક જાનૈયાઓનો ડાન્સ તો ક્યારેક વરરાજાના મિત્રોની મજાક-મસ્તીના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં ખૂબસુરત દુલ્હન ફિલ્મી અંદાજમાં 'મેરે સૈયા સુપરસ્ટાર' ગીત પર પોતાના દુલ્હા સાથે ધાંસુ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, દુલ્હનની એન્ટ્રી સમયે જ બેકગ્રાઉન્ડમાં 'મેરે સૈયા સુપરસ્ટાર…' ગીત વાગવા લાગે છે. તે સાથે જ પાનેતર પહેરીને આવેલી ખૂબસુરત કન્યા કાતિલ એક્સપ્રેશન સાથે પરફોર્મ કરતી હોય છે, ત્યારે જ મેરેજ શૂટમાં સજ્જ વરરાજા પણ એન્ટ્રી મારે છે અને તે પણ દુલ્હનનો હાથ પકડીને ડાન્સ રવા લાગે છે.
આ સમયે વર-કન્યાની પર્સનાલિટી જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે. સોશિયલ મીડિયા યુઝર્સને વર-કન્યાની જોડીમાં મિસમેચ જણાઈ આવે છે. એકતરફ દુલ્હન ગ્લેમરસ અને કૉન્ફિડેન્ટ દેખાય છે, તો બીજી તરફ વરરાજ એકદમ સિમ્પલ લુકમાં છે.
ઈન્સ્ટાગ્રામ યુઝર્સ @hanumanrawat513 દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકો તરેહ-તહેરની કૉમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું કે, 35 વૉટના 100 વૉટનું ચાર્જર મળી ગયું. અન્ય એક યુઝર્સે મજાકમાં લખ્યું કે, ધરતી સંકટમાં છે. એક યુઝર્સે લખ્યું રબને બનાદી જોડી..એક યુઝર્સે કટાક્ષમાં લખ્યું કે, જે છોકરીઓ એટીટ્યૂડમાં રહેતી હોય, તેમની આવા જ સૈયા સુપરસ્ટાર સાથે લગ્ન કરવા પડે છે.