Aryan Khan: હુબહુ શાહરુખ ખાન... આર્યન ખાને પિતાની સ્ટાઇલમાં સ્ટેજ પર મારી એન્ટ્રી, ડેબ્યુ વેબસિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ નું ટ્રેલર રિલીઝ

આર્યને કહ્યું કે તે ખૂબ જ નર્વસ છે કારણ કે તે પહેલીવાર આટલા લોકો સામે સ્ટેજ પર આવ્યો છે. આર્યને જણાવ્યું કે તે છેલ્લા બે-ત્રણ દિવસથી સતત આ સ્પીચની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 21 Aug 2025 12:49 PM (IST)Updated: Thu 21 Aug 2025 12:49 PM (IST)
aryan-khan-the-bads-of-bollywood-preview-launch-event-speech-video-viral-on-social-media-589221

Aryan Khan Debut Speech: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને ડાયરેક્ટર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. તેની ડેબ્યુ વેબસિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’નો પ્રિવ્યુ લોન્ચ ઇવેન્ટ હાલમાં ચર્ચામાં છે. આ ઇવેન્ટમાં આર્યન ખાને પહેલીવાર મીડિયાને સ્ટેજ પરથી સંબોધિત કર્યું હતું, અને તેમની સ્પીચે દર્શકોના દિલ જીતી લીધા હતા.

આર્યન ખાનની શાહરુખ ખાનની સ્ટાઇલમાં એન્ટ્રી

ઇવેન્ટની શરૂઆત શાહરૂખ ખાને કરી હતી. ત્યારબાદ તેમણે શોના ડાયરેક્ટર આર્યનને ભાષણ આપવા માટે આમંત્રિત કર્યા. આર્યન ખાને પોતાના પિતાની સ્ટાઇલમાં જ સ્ટેજ પર એન્ટ્રી કરી હતી. આર્યને કહ્યું કે તે ખૂબ જ નર્વસ છે કારણ કે તે પહેલીવાર આટલા લોકો સામે સ્ટેજ પર આવ્યો છે. આર્યને જણાવ્યું કે તે છેલ્લા બે-ત્રણ દિવસથી સતત આ સ્પીચની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેણે ટેલીપ્રોમ્પ્ટર પર પણ સ્પીચ લખી હતી અને લાઇટ જાય તો તેના માટે કાગળ પર પણ સ્પીચ તૈયાર રાખી હતી.

મજાકમાં તેમણે ઉમેર્યું કે જો તેમ છતાં કંઈ ગડબડ થાય તો તેના પપ્પા તેની સાથે છે. તેણે દર્શકોને વિનંતી કરી કે જો તેનાથી કોઈ ભૂલ થાય તો માફ કરી દેજો, કારણ કે આ તેનો પહેલો અનુભવ છે.

આર્યન ખાનની સ્પીચનો વીડિયો વાઈરલ

આર્યને વધુમાં જણાવ્યું કે આ શો બનાવવા માટે ચાર વર્ષની સખત મહેનત અને હજારો ટેક લેવામાં આવ્યા છે. તેમણે શોને શક્ય બનાવનાર તમામ લોકોનો આભાર માન્યો. તેમની આ સ્પીચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેને શાહરૂખ ખાન સાથે સરખાવી રહ્યા છે, તેને "પિતાની હૂબહૂ કોપી" કહી રહ્યા છે. આ સિવાય તેની વેબસીરિઝનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે, જુઓ

આ શો નેટફ્લિક્સ પર રિલીઝ થશે અને તેમાં બોબી દેઓલ, રાઘવ જુયલ, ગૌતમી કપૂર, અન્યા સિંહ, લક્ષ્ય, વિજયંત કોહલી અને મોના સિંહ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.