Shah Rukh Khan ASKSRK: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની દમદાર એક્ટિંગ અને સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતા છે. અભિનેતા 32 વર્ષથી પણ વધુ સમયથી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. હાલમાં જ તેમણે X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર #AskSRK સેશનનું આયોજન કર્યું હતું. આ સેશન દરમિયાન, તેમણે પ્રશંસકોના કેટલાક સારા અને કેટલાક અટપટા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તાજેતરમાં તેમને તેમની ફિલ્મ 'જવાન' માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ, તેમના પ્રશંસકોએ ખભાની ઈજા પછી તેમના સ્વાસ્થ્ય વિશે પણ પૂછપરછ કરી હતી.
બીજા લોકોને આગળ આવવા દો….
આ સેશન દરમિયાન એક યુઝરે શાહરૂખ ખાનને નિવૃત્ત થવાની સલાહ આપતા લખ્યું હતું કે ભાઈ હવે ઉંમર થઈ ગઈ, રિટાયરમેન્ટ લઈ લો, બીજા લોકોને આગળ આવવા દો…. શાહરૂખે આના પર પાછળ ન હટતા પોતાના મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો કે ભાઈ તારા સવાલોનું બાળપણ જતું રહે…પછી કંઈક સારું પૂછજે! ત્યાં સુધી કામચલાઉ રિટાયરમેન્ટમાં રહે પ્લીઝ.
હું રાજા જેવું અનુભવી રહ્યો છું…
શાહરૂખ ખાને તાજેતરમાં જ એટલીની ફિલ્મ 'જવાન'માં તેમના અભિનય માટે તેમનો પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 'શ્રેષ્ઠ અભિનેતા' તરીકે જીત્યો છે. આ વિશે એક પ્રશંસકે તેમને પૂછ્યું કે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા પછી તમને કેવું લાગી રહ્યું છે? રાષ્ટ્રીય પુરસ્કાર કે જનતાનો પ્રેમ?" જેના જવાબમાં શાહરૂખ ખાને કહ્યું કે વાહ!!!!! હું દેશના રાજા જેવો અનુભવ કરું છું!!! આટલું સન્માન અને આટલી જવાબદારી કે આગળ વધવા અને વધુ મહેનત કરવાનો પ્રયાસ કરવો મુશ્કેલ બની ગયો છે!!
YAY!!!!! I feel like the King of the Nation!!! Too much honour and too much responsibility to try and excel and work harder!! https://t.co/eqW5sXQy5w
— Shah Rukh Khan (@iamsrk) August 16, 2025
આર્યન ખાનની વેબસિરીઝ ક્યારે આવશે
એક પ્રશંસકે શાહરૂખને તેમના પુત્ર આર્યન ખાનની વેબ સિરીઝ વિશે પૂછ્યું ત્યારે શાહરૂખે જવાબમાં લખ્યું કે આટલા બધા લોકો પૂછી રહ્યા છે તેથી નેટફ્લિક્સને કહેવું પડશે કે દીકરો શો બનાવી રહ્યો છે, બાપ ફક્ત રાહ જોઈ રહ્યો છે… @NetflixIndia તમે શું કરી રહ્યા છો?? તેના પર નેટફ્લિક્સે જવાબ આપ્યો કે દીકરાનું ટીઝર પોસ્ટ કરતા પહેલા બાપની પરવાનગી જોઈતી હતી. ફર્સ્ટ લુક કાલે આવશે.
So many people asking so have to tell Netflix….Beta show bana raha hai, Baap sirf wait kar raha hai…@NetflixIndia Tum kya Kar rahe ho??!! https://t.co/MWqdK79CSR
— Shah Rukh Khan (@iamsrk) August 16, 2025
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન આગામી સમયમાં ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે, જેમાં તેમની પુત્રી સુહાના ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે.