Trump Tariff Hike: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા પર 25% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. હવે અમેરિકાના બજારમાં આયાત થતી વસ્તુઓ પર કુલ 50% ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પ રશિયાથી ઓઇલ ખરીદવા બદલ ભારતથી નારાજ છે અને તેને ધ્યાનમાં રાખીને ભારત પર ટેરિફ વધારવામાં આવ્યો છે.
ટ્રમ્પના આ પગલાનો ભારતે સખત વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે તેને અન્યાયી અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે અને કહ્યું છે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે. ટ્રમ્પે કહ્યું છે કે જો ભારત બદલો લેશે તો ટેરિફ વધારી પણ શકાય છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું- અમેરિકા તાજેતરના સમયમાં રશિયાથી ભારતની ઓઇલ આયાતને નિશાન બનાવી રહ્યું છે. અમે આ મુદ્દા પર અમારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. અમે એ હકીકત સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમારી આયાત બજારના પરિબળો પર આધારિત છે.
તેમણે કહ્યું- ભારતની આયાત 1.4 અબજ લોકોની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ટ્રમ્પ દ્વારા લેવાયેલું પગલું અયોગ્ય અને અવિવેકી છે. ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે.
It is extremely unfortunate that the US chose to impose additional tariffs on India for actions that several other countries are also taking in their own national interest. We reiterate that these actions are unfair, unjustified and unreasonable. India will take all actions… pic.twitter.com/ecYdZqwyx4
— ANI (@ANI) August 6, 2025
દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ પણ ટ્રમ્પના ટેરિફ સામે વાંધો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું છે કે- ટ્રમ્પનો 50 ટકા ટેરિફ આર્થિક બ્લેકમેલ છે. આ ભારતને અન્યાયી વેપાર સોદા માટે ધમકી આપવાનો પ્રયાસ છે. પીએમ મોદીએ તેમની નબળાઈને જાહેર હિત પર હાવી ન થવા દેવી જોઈએ.