Premanand Maharaj: કોણ છે આરિફ ખાન ચિશ્તી, જે સંત પ્રેમાનંદ મહારાજને આપવા માંગે છે કિડની

આરિફ ખાન ચિશ્તી નામના એક મુસ્લિમ યુવકે સંત પ્રેમાનંદ મહારાજને પોતાની એક કિડની દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આરિફ ખાન ચિશ્તીએ સંત પ્રેમાનંદ મહારાજને એક પત્ર લખીને આ વાત જણાવી છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 23 Aug 2025 02:55 PM (IST)Updated: Sat 23 Aug 2025 02:55 PM (IST)
mp-muslim-youth-arif-khan-chishti-wants-to-donate-his-kidney-to-sant-premanand-maharaj-590499

Premanand Maharaj News: મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લાના ઇટારસીના રહેવાસી આરિફ ખાન ચિશ્તી નામના એક મુસ્લિમ યુવકે સંત પ્રેમાનંદ મહારાજને પોતાની એક કિડની દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આરિફ ખાન ચિશ્તીએ સંત પ્રેમાનંદ મહારાજને એક પત્ર લખીને આ વાત જણાવી છે અને આ પત્ર પ્રેમાનંદ મહારાજ ગ્રુપને મેઈલ અને વોટ્સએપ નંબર પર મોકલવામાં આવ્યો છે. યુવકના આ ભાવનાપૂર્ણ નિર્ણય બદલ સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

આરિફ ખાન ચિશ્તીએ પત્રમાં શું કહ્યું
આરિફ ખાન ચિશ્તી ઓનલાઈન જોબ કરે છે અને તે વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજના વચનોથી ખૂબ પ્રભાવિત છે. તે નિયમિતપણે મહારાજના પ્રવચનો સાંભળે છે અને તેમના આચરણ અને વ્યવહારથી પ્રસન્ન છે. જ્યારે તેને સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ કે પ્રેમાનંદ મહારાજની બંને કિડની ખરાબ થઈ ગઈ છે ત્યારે તે ચિંતિત થઈ ગયો.

20 ઓગસ્ટના રોજ લખેલા પોતાના પત્રમાં આરિફે જણાવ્યું કે તમે મહારાજ હિંદુસ્તાનમાં હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતીક છો. હું સ્વેચ્છાએ મારી કિડની દાન કરવા માંગુ છું. તેણે ઉમેર્યું કે આજના નફરતભર્યા વાતાવરણમાં તમારા જેવા સંતોનું સંસારમાં હોવું અત્યંત જરૂરી છે. હું રહું કે ન રહું, તમે સંસારની જરૂરિયાત છો. આરિફના આ નિર્ણયમાં તેના પરિવાર, જેમાં તેના ત્રણ ભાઈ, પત્ની અને પિતા પણ સંપૂર્ણપણે સહમત છે.