Mahua Moitra Controversy: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ બંગાળના કૃષ્ણનગરના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગયા સોમવારે, ઘૂસણખોરી અંગે પત્રકારોના પ્રશ્નના જવાબમાં મહુઆએ કહ્યું હતું કે- તેને રોકવાની જવાબદારી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે.
'ભારતની સરહદોનું રક્ષણ'
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે- જો ભારતની સરહદોનું રક્ષણ કરવા માટે કોઈ નથી, જો અન્ય દેશોના લોકો હજારો અને લાખોની સંખ્યામાં ઘૂસણખોરી કરી રહ્યા છે, આપણી માતાઓ અને બહેનો પર નજર નાખી રહ્યા છે અને આપણી જમીન છીનવી રહ્યા છે, તો તેમાં કોનો વાંક છે? બાંગ્લાદેશ આપણો મિત્ર દેશ રહ્યો છે પરંતુ તમારા કારણે છેલ્લા ઘણા વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
મહુઆ મોઇત્રા સામે ફરિયાદ દાખલ
ભાજપના નાદિયા ઉત્તર જિલ્લા મીડિયા કોઓર્ડિનેટર સંદીપ મજુમદારે ગુરુવારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મહુઆ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેઓ ગૃહમંત્રી અમિત શાહની હત્યાનો કેસ નોંધવા માંગતા હતા પરંતુ પોલીસે તેને જનરલ ડાયરી તરીકે નોંધી લીધી છે.