Amit Shah Gujarat visit: આવતીકાલથી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે, કાલે વિવિધ ગણેશ મહોત્સવમાં હાજરી આપશે

સાંજે 7.45 વાગ્યે ગજાનંદ યુવક મંડળ દ્વારા આયોજિત 'શ્યામલ કા રાજા' ગણેશ મહોત્સવમાં મૌર્યાંશ એલાન્ઝા, શ્યામલ ચાર રસ્તા, જોધપુર, અમદાવાદ ખાતે દર્શન કરવા જશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 29 Aug 2025 05:46 PM (IST)Updated: Fri 29 Aug 2025 05:47 PM (IST)
amit-shahs-gujarat-visit-inaugurate-janrakshak-project-and-attend-ganesh-mahotsav-593800

Amit Shah Gujarat visit: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. 30 અને 31 ઓગસ્ટના રોજ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમની આ મુલાકાત દરમિયાન ગણેશ મહોત્સવની મુલાકાત, હેલ્થ સેન્ટરનું લોકાર્પણ, વૃક્ષારોપણ કાર્યક્રમ અને જનરક્ષક પ્રોજેક્ટ સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપશે.

30 ઓગસ્ટનો અમિત શાહનો કાર્યક્રમ

અમિત શાહ 30 ઓગસ્ટના રોજ ગણેશ મહોત્સવના બે મુખ્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ સાંજે 7.45 વાગ્યે ગજાનંદ યુવક મંડળ દ્વારા આયોજિત 'શ્યામલ કા રાજા' ગણેશ મહોત્સવમાં મૌર્યાંશ એલાન્ઝા, શ્યામલ ચાર રસ્તા, જોધપુર, અમદાવાદ ખાતે દર્શન કરવા જશે. ત્યારબાદ, રાત્રે 8.15 વાગ્યે સરદાર પટેલ સેવાદળ દ્વારા આયોજિત 40માં 'વસ્ત્રાપુરના મહાગણપતિ' ગણેશ મહોત્સવમાં સરદાર પટેલ ચોક, નહેરુ પાર્ક પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે દર્શન કરશે. આ બંને કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

31 ઓગસ્ટનો અમિત શાહનો કાર્યક્રમ

31 ઓગસ્ટના રોજ અમિત શાહ અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સવારે 10.15 વાગ્યે, ગોતા વોર્ડ ખાતે નવનિર્મિત ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ થશે. ત્યારબાદ, સવારે 10.35 વાગ્યે, ચાંદલોડિયા વોર્ડમાં નવનિર્મિત વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. રાણીપ વોર્ડમાં સવારે 10.45 વાગ્યે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે, અને એએમસી દ્વારા સ્ટેડિયમ વોર્ડમાં તૈયાર થઈ રહેલ અર્બન ફોરેસ્ટ ખાતે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.

ભદ્રકાળી મંદિરે દર્શન અને સરદાર બાગનું લોકાર્પણ

અમદાવાદ શહેરના કુળદેવી શ્રી ભદ્રકાળી માતાજીના પૌરાણિક મંદિરે અમિતભાઈ શાહ સવારે 11.30 વાગ્યે દર્શન કરશે. ત્યારબાદ, ટોરેન્ટ ગ્રુપ-યુએનએમ ફાઉન્ડેશન દ્વારા પુનઃવિકસિત કરવામાં આવેલ સરદાર બાગનું લોકાર્પણ સવારે 11.40 વાગ્યે કરવામાં આવશે. ઘાટલોડિયા વોર્ડ ખાતે વિવિધ સોસાયટીઓના ચેરમેન-સેક્રેટરીઓ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ બપોરે 12.15 વાગ્યે યોજાશે. DIAL 112 અંતર્ગત શરૂ થઈ રહેલ 'જનરક્ષક પ્રોજેક્ટ' ના લોકાર્પણ પ્રસંગે (જાહેર કાર્યક્રમ) સાંજે 4.30 વાગ્યે રામકથા ગ્રાઉન્ડ, હોટલ ડવેલી ની સામે, સેક્ટર-11, ગાંધીનગર ખાતે યોજાશે.