અંબાલાલ પટેલ ની આગાહી: 30 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થશે

30 અને 31 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 29 Aug 2025 06:52 PM (IST)Updated: Fri 29 Aug 2025 06:54 PM (IST)
weather-expert-ambalal-patel-agahi-forecasts-rain-coming-on-these-dates-in-gujarat-593839

Ambalal Patel Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહેશે. 30 અને 31 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બરની શરૂઆત સુધી વરસાદ રહ્યા પછી, 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ છે. તારીખ 30 ઓગસ્ટ 31 ઓગસ્ટમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સપ્ટેમ્બરથી શરૂઆત સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

તેમણે જણાવ્યું કે, ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે જો કે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે જેમાં મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, વડોદરાના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ભરૂચના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ કોઈ ભાગમાં તીવ્ર વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે.