Amit Khunt Suicide Case: ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. આત્મહત્યા કરતા પહેલા અમિત ખૂંટ દ્વારા લખવામાં આવેલી સ્યુસાઈડ નોટનો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટ સામે આવ્યો છે.
અક્ષરો મેચ થતા નથી
પોલીસને અમિત ખૂંટની ચાર પાનાની સુસાઈડ નોટ મળી હતી. FSL રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, સ્યુસાઈડ નોટના ચોથા પાનાના અક્ષરો અન્ય પાના પર લખેલા અક્ષરો સાથે મેચ થતા નથી. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ત્રણ પાનામાં અક્ષર અલગ છે અને ચોથા પાનામાં પણ અક્ષર અલગ જણાયા છે.સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી હતી.
સુસાઈટ નોટમાં શું લખ્યું હતું
નોંધનીય છે કે, સ્યુસાઈડ નોટના ચોથા પાનામાં જ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સહિતના નામો લખેલા હતા. આ પાનામાં એવું પણ લખાણ હતું કે, 'હું અનુભાના દબાણથી ગળેફાંસો ખાઉ છું, એક સગીર યુવતી અને રાજદીપના ત્રાસથી મરું છું.' આ રિપોર્ટ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો છે અને હવે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ખુલાસાથી કેસમાં એક નવો વળાંક આવ્યો છે.