India Russia Relation: ક્રેમલિનના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉશાકોવે શુક્રવારે જણાવ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સોમવારે ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
મોદી અને પુતિન બંને 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી SCO સમિટમાં હાજરી આપવા માટે ચીન જશે.
PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત
ઉષાકોવે પત્રકારોને જણાવ્યું- SCO પ્લસ બેઠક પછી તરત જ, અમારા રાષ્ટ્રપતિ ભારતીય વડાપ્રધાન મોદીને મળશે. તેમણે કહ્યું કે આ વર્ષે આ તેમની પહેલી મુલાકાત હશે. જોકે, તેઓ ફોન પર નિયમિત સંપર્કમાં રહ્યા છે.
રાષ્ટ્રપતિ પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે
તેમણે કહ્યું- આપણા દેશો એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા બંધાયેલા છે. આ સંદર્ભમાં એક સંબંધિત નિવેદન ડિસેમ્બર 2010માં પસાર કરવામાં આવ્યું હતું, જેનો અર્થ એ છે કે આ વર્ષ ત્યારથી 15મી વર્ષગાંઠ છે. ડિસેમ્બરમાં આપણા રાષ્ટ્રપતિની આગામી ભારત મુલાકાતની તૈયારીઓ પર ચર્ચા ખાસ મહત્વ ધરાવે છે.
(સમાચાર એજન્સી પીટીઆઈના ઇનપુટ્સ સાથે)