India France Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ભારત અને ફ્રાન્સ સંયુક્ત રીતે બનાવશે સ્વદેશી સ્ટીલ્થ લડાકુ વિમાનના એન્જિન

ભારત હવે ફ્રાન્સ સાથે મળીને શક્તિશાળી પાંચમી પેઢીનું સ્વદેશી સ્ટીલ્થ જેટ એન્જિન બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 23 Aug 2025 12:43 PM (IST)Updated: Sat 23 Aug 2025 12:43 PM (IST)
india-and-france-to-jointly-develop-fifth-generation-stealth-jet-engine-590455

India France Deal: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કર્યા બાદ ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાને એક મોટો ઝટકો લાગવાનો છે. ભારત હવે ફ્રાન્સ સાથે મળીને શક્તિશાળી પાંચમી પેઢીનું સ્વદેશી સ્ટીલ્થ જેટ એન્જિન બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. ભારત સરકારના આ કદમથી બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થવાની સંભાવના છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, કારણ કે ભારતને સ્વદેશી લડાકુ વિમાનોની આવશ્યકતા છે. તેમણે જણાવ્યું કે ભારતે ફાઇટર જેટના નિર્માણની દિશામાં એક અભૂતપૂર્વ કદમ ઉઠાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સમજૂતી હેઠળ ફ્રાન્સ ભારતને 100 ટકા ટેકનોલોજી ટ્રાન્સફર કરશે. DRDO અને ફ્રાન્સની સાફરાન કંપની મળીને ભારતમાં 120 કિલોન્યુટન થ્રસ્ટવાળા એન્જિન બનાવશે. DRDOના મતે સાફરાન કંપની 5th જનરેશનના લડાકુ વિમાન AMCA માટે એક ઉત્તમ વિકલ્પ છે.

પ્રોજેક્ટમાં કેટલો ખર્ચ આવશે
આ પ્રોજેક્ટમાં DRDOની લેબ ગેસ ટર્બાઇન રિસર્ચને પણ સામેલ કરવામાં આવશે, જેનો ખર્ચ લગભગ 7 અબજ ડોલર આવવાની સંભાવના છે. વાયુસેના દ્વારા વિમાનોની અછત અને આગામી સમયમાં નિવૃત્ત થનારા વિમાનોને બદલવાની જરૂરિયાત અંગે સંરક્ષણ મંત્રાલયને લખેલા પત્રને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મહત્વપૂર્ણ બન્યો છે. આ ડીલ અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે.