PM Modi 15 August 2025 Look: સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદી 'ભગવા' રંગે રંગાયા, પાઘડી અને જેકેટે ખેંચ્યું સૌનું ધ્યાન

પીએમ મોદી આ વખતે સંપૂર્ણ ભગવા રંગના વસ્ત્રોમાં જોવા મળ્યા. તેમણે સફેદ કુર્તા-પાયજામા સાથે તેઓ કેસરિયા એટલે કે નારંગી રંગનું નેહરુ જેકેટ પહેરેલા દેખાયા.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 15 Aug 2025 09:07 AM (IST)Updated: Fri 15 Aug 2025 09:07 AM (IST)
independence-day-2025-pm-modis-all-saffron-distinct-look-at-red-fort-flag-hoisting-585599

PM Modi 15 august 2025 Look: આજે સમગ્ર ભારતવર્ષ ગૌરવભેર દેશનો 79મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. આ અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12મી વાર લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો. તેમણે નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત પણ કર્યું. આ દરમિયાન પીએમ મોદી ભગવા રંગે રંગાયા હતા. જાણો આ વર્ષે તેમનો લુક કેવો રહ્યો.

પીએમ મોદીનો ભગવો અંદાજ

પીએમ મોદી આ વખતે સંપૂર્ણ ભગવા રંગના વસ્ત્રોમાં જોવા મળ્યા. તેમણે સફેદ કુર્તા-પાયજામા સાથે તેઓ કેસરિયા એટલે કે નારંગી રંગનું નેહરુ જેકેટ પહેરેલા દેખાયા.

પીએમ મોદીના આઉટફિટને તેમની નારંગી રંગની પાઘડીએ વધુ કેસરિયો બનાવ્યો હતો. પીએમ મોદીની પાઘડી તેમના જેકેટ સાથે બરાબર મેચ થઈ રહી હતી.

આ સાથે જ તેમણે ગળામાં ભારતીય ધ્વજના ત્રિરંગા રંગનો એક ગમછો પહેર્યો હતો, જેના બોર્ડર પર કેસરિયા, સફેદ અને લીલા રંગની પટ્ટીઓ હતી.

પીએમ મોદી છેલ્લા 11 વર્ષથી દર વખતે સ્વતંત્રતા દિવસે અલગ-અલગ અંદાજમાં નજર આવ્યા છે. વર્ષોથી તેઓ તેમના પોશાક અને પાઘડીથી ભારતની સમૃદ્ધિ, સાંસ્કૃતિક વિવિધતા અને દેશભક્તિની ભાવનાને રજૂ કરે છે.