LIVE BLOG

Gujarat News Live:  વાસણા બેરેજમાં જળસ્તરમાં વધારો: 14 દરવાજા ખોલવામાં આવ્યા

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 29 Aug 2025 07:09 AM (IST)Updated: Fri 29 Aug 2025 10:13 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-29-august-2025-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-593475

Gujarat News Today Live:  આજે સવારે 9 વાગ્યે વાસણા બેરેજનું જળસ્તર 127.50 ફૂટ નોંધાયું છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધવાના કારણે બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ધરોઈ ડેમમાંથી 26430 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે સંત સરોવર ડેમમાંથી 21470 ક્યુસેક અને એન.એમ.સી.માંથી 6977 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. વાસણા બેરેજમાંથી 20645 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બેરેજના કુલ 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે.

29-Aug-2025, 10:12:57 AMવાસણા બેરેજમાં જળસ્તરમાં વધારો: 14 દરવાજા ખોલવામાં આવ્યા

આજે સવારે 9 વાગ્યે વાસણા બેરેજનું જળસ્તર 127.50 ફૂટ નોંધાયું છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધવાના કારણે બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ધરોઈ ડેમમાંથી 26430 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે સંત સરોવર ડેમમાંથી 21470 ક્યુસેક અને એન.એમ.સી.માંથી 6977 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. વાસણા બેરેજમાંથી 20645 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બેરેજના કુલ 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે.

29-Aug-2025, 08:41:18 AMઆજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં મેઘો વરસ્યો

ગુજરાતમાં આજે વહેલી સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે 6થી8 વાગ્યા સુધીમાં રાજ્યના 37 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ છે. જેમાં સૌથી વધુ 1.3 ઇંચ વરસાદ ગણદેવીમાં નોંધાયો છે. આ ઉપરાંત, વાંસદામાં 1.2 ઇંચ, ખેરગામમાં 1.2 ઇંચ, વઘઈમાં 22 મિ.મી., ડોલવણમાં 15 મિ.મી., સંતરામપુરમાં 14 મિ.મી. વરસાદ નોંધાયો છે.

29-Aug-2025, 07:50:45 AMઆગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા

અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં વહેલી સવારથી વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર રાજ્યમાં સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, ખેડા અને ગાંધીનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે.

29-Aug-2025, 07:10:42 AMઅમિત શાહ રવિવારે અમદાવાદ આવશે

દેશના ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ આગામી 31મી ઓગસ્ટના રવિવારના રોજ અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે .જેમાં ઓગણજ અને વંદે માતરમ વિસ્તારમાં એમ કુલ બે અર્બન હેલ્થ સેન્ટર ખુલ્લા મુકશે , જેને પગલે આ વિસ્તારમાં પણ નગરજનોને ફ્રી આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે ,આ ઉપરાંત અમદાવાદ શહેરનું ગ્રીન કવર વધે તે માટે અમિત શાહ સાબરમતી તળાવ, સ્ટેડિયમ રોડ અને ઘાટલોડીયા આયુષ્યવન એમ ત્રણ વિસ્તારમાં વૃક્ષારોપણ કરશે તથા પીપીપી મોડેલ પર નવા બનેલા સરદાર બાગને ખુલ્લો મુકશે.