Google Doodle: આજે ભારત દેશ 15 ઓગસ્ટના રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે, જાયન્ટ સર્ચ એન્જિન ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલમાં, તેમણે દેશની સિદ્ધિઓને દર્શાવી છે. આ ડૂડલમાં અંતરિક્ષ મિશન અને વિશ્વ ચેસ ટાઇટલથી લઈને ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સન્માન સુધીની દરેક વસ્તુનો ઉલ્લેખ છે. આ ગૂગલ ડુડલ બૂમરેંગ સ્ટુડિયોના કલાકારો મકરંદ નારકર અને સોનલ વસાવે દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
ડુડલ સાથે ગૂગલે મેસેજ પાસ કર્યો
ગૂગલે આ ડુડલ શેર કરીને લખ્યું છે કે, આ ડુડલ ભારતના સ્વતંત્રતા દિવસના સેલિબ્રેટ માટે શેર કરવામાં આવી રહ્યું છે. 1947 માં આ દિવસે, ભારતે લગભગ બે સદીના બ્રિટિશ શાસન પછી સ્વતંત્રતા મેળવી અને એક સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યું.
ટેક જાયન્ટ ગૂગલ એમ પણ કહે છે કે, ભારતીય સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ મહાન નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે સવિનય કાનૂન ભંગ અને અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો. આ નેતાઓના પ્રયાસોને કારણે, ભારત વિશ્વના સૌથી મોટા લોકશાહીનું નિર્માણ કરવામાં સફળ રહ્યું છે.
વિવિધતામાં એકતાનો સંદેશ
ગૂગલે છ અલગ અલગ ટાઇલ્સમાં આ ખાસ ડૂડલ તૈયાર કર્યું છે. આ ભારતના વિવિધ રાજ્યોની કલા શૈલીઓ જેમ કે રાજસ્થાનની જયપુર બ્લુ પોટરી, પશ્ચિમ બંગાળની ટેરાકોટા નક્કાશીની સાથે તૈયાર કરવામાં આવ્યા છે. આ ટાઇલ્સ ભારતની સ્થાનિક કલાની સાથે વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે.