Capt Fatima Wasim: સિયાચિન ગ્લેશિયરમાં તહેનાત થનારા પહેલા મહિલા મેડિકલ ઓફિસર બન્યા કેપ્ટન ફાતિમા વસીમ, ભારતીય સેનાએ જાહેર કર્યો વીડિયો

By: AkshatKumar PandyaEdited By: AkshatKumar Pandya Publish Date: Mon 11 Dec 2023 10:36 AM (IST)Updated: Mon 11 Dec 2023 10:37 AM (IST)
capt-fatima-wasim-became-the-first-woman-medical-officer-to-be-posted-in-siachen-glacier-indian-army-released-a-video-247327

Capt Fatima Wasim: સિયાચિન વોરિયર્સની કેપ્ટન ફાતિમા વસીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતીય સેનાએ વીડિયો શેર કરી માહિતી આપી છે કે કેપ્ટન ફાતિમા વસીમ સિયાચિન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તહેનાત થનારા પહેલા મહિલા મેડિકલ ઓફિસર બન્યા છે.

ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કેપ્ટન ફાતિમા વસીમના ફોટા અને વીડિયો પણ જાહેર કરવામાં આવ્યા છે.

કેપ્ટન ફાતિમા વસીમે સિયાચીન બેટલ સ્કૂલમાં ટ્રેનિંગ લીધી છે. હવે તેને 15,200 ફૂટની ઉંચાઈ પર સેવા આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમની પ્રશંસા કરતા ભારતીય સેનાએ કહ્યું છે કે આ તેમની અદમ્ય ભાવના અને ઉચ્ચ પ્રેરણાને દર્શાવે છે. સિયાચીનમાં તહેનાતી પહેલા તેમણે સિયાચીન બેટલ સ્કૂલમાં ટ્રેનિંગ લીધી હતી. ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે આ માહિતી શેર કરી છે. એક વીડિયો પણ બહાર પાડ્યો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.