Mumbai Kushinagar Express Train: મુંબઈ-કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના AC કોચના ટોઈલેટમાં કચરાપેટીમાંથી 7-8 વર્ષની બાળકીનો મૃતદેહ મળતાં ભારે સનસનાટી મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ટ્રેનમાં મુસાફરો અને રેલવે અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં બની ઘટના
આ ઘટના મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતે કુશીનગર એક્સપ્રેસ (ટ્રેન નંબર 22537) ના AC કોચ B2 ના બાથરૂમમાં લગભગ 1 વાગ્યે બની હતી. જ્યારે ટ્રેનની સફાઈ ચાલી રહી હતી ત્યારે સ્ટાફ દ્વારા કચરાપેટીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ માહિતી મળતા જ રેલવેના અધિકારીઓ અને પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
બાળકીનું અપહરણ થયું હોવાનું અનુમાન
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર બાળકીના અપહરણમાં તેના જ કોઈ સંબંધી સામેલ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક ધોરણે બાળકીના મોસાળ પક્ષના ભાઈ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા છે. પોલીસે ઘટના સ્થળેથી સંબંધિત લોકોના નિવેદનો પણ નોંધ્યા છે.
The body of a 7–8-year-old girl was found inside a dustbin in the bathroom of AC coach B2 of Kushinagar Express (train no. 22537) at Mumbai’s Lokmanya Tilak Terminus around 1 AM. The train, which later departs as Kashi Express (15017), was being cleaned when staff discovered the… pic.twitter.com/xlsCVLt25r
— IANS (@ians_india) August 23, 2025
અપહરણ અને હત્યાને લઈને તપાસ શરૂ
પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ તત્કાળ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ હાલ અપહરણ અને હત્યા બંને પાસાઓની સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ કેસમાં વધુ વિગતો બહાર આવવાની રાહ જોવાઈ રહી છે.