Teachers Day 2024: આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો, જેઓ શિક્ષણને ખૂબ જ સમર્પિત હતા. તેમની યાદમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે જાણો શિક્ષક દિવસનો ઈતિહાસ અને મહત્ત્વ.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિનું પ્રતીક
ડૉ.રાધાકૃષ્ણન એક વિદ્વાન, શિક્ષક અને પ્રખ્યાત ફિલોસોફર પણ હતા. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ તિરુટ્ટનીમાં થયો હતો. તેઓ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. તેમને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન'થી પણ નવાજવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Teachers Day Wishes in Gujarati: શિક્ષક દિવસ પર મોકલો આ આકર્ષક શુભેચ્છા મેસેજ, શિક્ષકના મળશે આશીર્વાદ
ક્યારથી શરૂ થઈ શિક્ષક દિવસની ઉજવણી?
કહેવામાં આવે છે કે, એકવાર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિષ્યો તેમના જન્મદિવસ ઉજવવાની ઈચ્છા સાથે તેમની પાસે પહોંચ્યા. ત્યારે ડો.રાધાકૃષ્ણને તેમણે કહ્યું કે, મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે શિક્ષક દિનની ઉજવણી તરીકે ઉજવવામાં આવે તો મને ગમશે. ત્યારથી દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1962માં પ્રથમ વખત શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
શિક્ષક દિવસનું મહત્વ
બાળકના જીવનમાં માતા-પિતા પછી શિક્ષક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષકો બાળકોનું જીવન સુધારવાની સાથે તેમને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. શિક્ષક શિક્ષણ આપવાની સાથે બાળકોને તેમના અનુભવ અને માર્ગદર્શનથી જીવન સફળ બનાવવામાં પણ મદદ કરે છે.
(Image-freepik)