Happy Krishna Janmashtami Shayari in Gujarati: સમગ્ર દેશમાં જન્માષ્ટમીના પાવન પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હિન્દુ પંચાંગ મુજબ, ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હોવાની માન્યતા છે. આ વર્ષે આ પર્વ 16 ઓગસ્ટ, 2025 ના રોજ ઉજવાશે. આ દિવસે સવારથી જ શ્રી કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે, જ્યાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
જન્માષ્ટમીના તહેવારની ભક્તો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ સમયગાળા દરમિયાન, મંદિરો અને અન્ય સ્થળોએ અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ ભાગોમાં 'દહીં-હાંડી'નો ઉત્સવ પણ ભવ્ય રીતે મનાવવામાં આવે છે. આ ઉપરાંત, ઘરોમાં શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ભક્તો ઉપવાસ કરીને તેમની ભક્તિ પ્રગટ કરે છે.
આ શુભ અવસરે, લોકો પોતાના મિત્રો, પરિવારના સભ્યો અને સંબંધીઓને શુભેચ્છાઓ મોકલીને આ પર્વની ખુશીઓ વહેંચે છે. જો તમે પણ તમારા પ્રિયજનોને કૃષ્ણ જન્મોત્સવની શુભકામનાઓ પાઠવવા માંગતા હો, તો અહીં કેટલાક ખાસ અભિનંદન સંદેશાઓ રજૂ કરવામાં આવ્યા છે. આવા સુંદર સંદેશાઓ દ્વારા તમે તમારા પરિવાર અને મિત્રોને આ ખાસ દિવસે શુભેચ્છા પાઠવી શકો છો.
આ પણ વાંચો
જન્માષ્ટમી શાયરી ગુજરાતી | Happy Janmashtami Shayari, Quotes, Messages, Status In Gujarati
માખણ ચોરીને જેણે ખાધું,
વાંસળી વગાડીને જેણે નચાવ્યા,
ખુશી મનાવો તેમના જન્મદિવસની,
જેમણે દુનિયાને પ્રેમનો માર્ગ બતાવ્યો!
Happy Janmashtami 2025!
સાંવરે શ્યામનો જન્મદિવસ છે આજે,
છોડી દો તમારા બધા કામ,
માખણથી સજાવી લો, પોત-પોતાની થાળી,
જીવન થઈ જશે તમારૂં સુખમય.
જન્માષ્ટમી 2025ની શુભકામનાઓ!
મનમાં રાખો તેમના માટે વિશ્વાસ
કાન્હા રહે છે બધાની સાથે
જ્યારે કરશો તેમને યાદ
તે આવી જશે તમારી પાસે
જન્માષ્ટમી 2025 ની શુભેચ્છાઓ!
નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલકી.
જન્માષ્ટમી 2025 ની હાર્દિક શુભકામનાઓ!
જન્માષ્ટમીના આ અવસર પર, અમે ઈચ્છીએ છીએ કે
શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા, અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે.
Happy Janmashtami 2025
શ્રી કૃષ્ણના ચરણ તમારા ઘરે આવે,
તમે ખુશીઓના દીવા પ્રગટાવો.
મુશ્કેલીઓ તમને જોવાનું ટાળે,
કૃષ્ણ જન્મોત્સવની આપને હાર્દિક શુભકામનાઓ.
જ્યાં અશાંતને શાંતિ મળે, તે ઘર તમારું વૃંદાવન છે.
જ્યાં આત્માને પરમાત્મા મળે તે દ્વાર તમારું વૃંદાવન છે.
મારો જીવ તો તરસ્યો હતો, તરસ્યો છે તારી માટે સાંવરિયા.
જ્યાં આ જીવને સ્વર્ગ મળે તે સ્થાન જ મારું શ્રી વૃંદાવન છે.
જન્માષ્ટમી 2025ની શુભકામનાઓ!
રાખો ભરોસો રાધેના નામ પર,
ક્યારેય નહીં છેતરાવો,
દરેક પ્રસંગે શ્રી કૃષ્ણ,
તારા ઘરે સૌથી પહેલા આવશે.
Happy Janmashtami 2025!
રાધા રાનીના સાચા પ્રેમનું આ ઈનામ છે,
કાન્હાની પહેલા લોકો લે છે રાધાનું નામ છે.
કૃષ્ણ અને રાધાના પ્રેમની આ જ છે કહાની,
મુરલીધરની વાંસળીની રાધા રાણી છે દીવાની.
રાધે-કૃષ્ણ.
કાન્હાની વાંસળીના સૂરમાં છુપાયેલો પ્રેમ છે,
રાધાનું નામ સાંભળીને કૃષ્ણ આવે વારંવાર છે.
બંનેની આવી છે પ્રેમ કહાની,
કૃષ્ણના નામની રાધા છે દીવાની.
જન્માષ્ટમીની શુભેચ્છાઓ!